બાવન ગામમાં 50 રૂા.માં LED બલ્બનું વિતરણ

કેન્દ્ર સરકારના ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પીજીવીસીએલ દ્વારા ઓન ધ સ્પોટ વીજ કનેકશન માટે એક મોબાઈલ વાનને લીલીઝંડી આપી અભિયાનનો પ્રારંભ કરાવતા PGVCLના એમ.ડી. ભાવિન પંડયા રાજકોટ, તા. 14
કેન્દ્ર સરકારના ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી. (પીજીવીસીએલ) દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના આન ગામોમાં બીપીએલ પરિવારોને રૂા.50 માં એલઈડી બલ્બનું વિતરણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તદું ઉપરાંત આ ગામોમાં ઓન ધ સ્પોટ વીજ કનેકશન પણ ફાળવી દેવામાં આવશે. 45000 થી ઓછી આવકવાળા પરિવારોને ઉજાલા યોજના હેઠળ ખાસ 50 રૂપીયામાં 9 વોટના એલઈડી બલ્બ વિતરણનો પ્રારંભ આજથી કરવામાં આવેલ છે. આજથી તા.5મે સુધી યોજના ચાલુ રહેનાર છે.
પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર ભાવીન પંડયાએ ઉજાલા મોબાઈલ વાનને આજે લીલીઝંડી ઉજાલા મોબાઈલ વાનને આજે લીલીઝંડી આપી ઓન ધ સ્પોટ વીજ કનેકશન આપવાની યોજવાનો પ્રારંભ કર્યો હતો તમામ બાવન ગામોમાં જે ધારકો કનેકશન માગશે તેઓને ફટાખટ 24 કલાકમાં જ કનેકશન ફાળવી દેવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 15 મોબાઈલ વાન વીજ કનેકશન માટે કાર્યરત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના બાવન ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સૌથી વધુ કચ્છના 18 ગામ, જુનાગઢના 12 ગામ, જામનગરના 6 ગામ અને સુરેન્દ્રનગરના
સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉજાલા યોજના અંતર્ગત અત્યાર સુધી સમગ્ર દેશમાં 29 કરોડથી વધુ એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવેલ છે. એલઈડીથી સરેરાશ વીજળીની સરખામણીમાં 90 ટકાથી વધુ વિજળીની બચત થઈ રહી છે. કયાં-કયાં ગામને લાભ મળશે?
અમરેલી જુના બાદનપુર, ગીનીયા, જીંજરીયા
ભાવનગર વાલાવડ-ચોમાલ
પોરબંદર કુતિયાણા
રાજકોટ ગોલીડા, પારડી, ચીખલીયા
જૂનાગઢ ભલગામ, સીતાણા, નવીધારી ગુંદાળા, ટીટોડી, હંસાવદર, ઉમરાળા, નવાપરા, ઈન્જા, ગડસાયા, બોડવા, કારેડા, નાનાવાડા
જામનગર ખારાબારેજા, ભીમકાંટા, ગોલીડા, મોરીદડ, સેવક ભરૂડીયા, મેથાણ
સુરેન્દ્રનગર નાનીમજેઠી, નાગડકા, કેસરીયા, વાઘેલા, નાની મોલડી, કારોલ, ખાંતીલાવ
કચ્છ પૂરાણ, ખુજોડી, મોખણા, વાલકાનાના, મુરૂ, ખીરસરા, નાના નખત્રાણા, બેરૂ, સાંગનારા, તારા, વિજયાસર, કોટડા (રોહા), વરામસેડા, સણોસરા, નરેડી, રાયધણ (અંજાર), દેવપર, જામથાળા