રાજકોટ રેલવે ડિવિઝનની સિદ્ધિ પ્રતિષ્ઠિત સિક્યુરિટી શિલ્ડ એનાયત

પ્રશંસનીય કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના સાત અધિકારીઓ પણ એવોર્ડથી સન્માનીત
રાજકોટ તા.14
વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝને તાજેતરમાં પ્રતિષ્ઠિત સિકયુરીટી શિલ્ડ અને 7 અધિકારીઓએ વ્યકિતગત એવોર્ડ જી.એમ.વેસ્ટર્ન રેલવેના 63 મા રેલવે વીક એવોર્ડ ફેકશનમાં પ્રાપ્ત કર્યો હતો.
વિશિષ્ટ કામગીરી સબબ રાજકોટ ડીવીઝનને મળેલો પ્રતિષ્ઠિત સિકયુરીટી શિલ્ડ રાજકોટના ડીઆરએમ પી.બી.નિનાવે અન્ય અધિકારીઓ મિથુન સોની, એ.કે.ગુપ્તાએ મુંબઈ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રાપ્ત કર્યો હતો.
વેસ્ટર્ન રેલવેના જીએમ એ.કે.ગુપ્તાના હસ્તે અન્ય 7 અધિકારીઓને તેમની પ્રેરણાદાયી સેવાઓ બદલ એવોર્ડથી સન્માનીત કરાયા હતાં. એ એવોર્ડ મેળવનારાઓમાં ધિરજકુમાર, જી.જે જોસેફ, સુશીલકુમાર ચવાણ, હિતેશ ઠાકર, કિશોરસિંહ જાડેજા, અજય ઠાકર, શૈલેન્દ્રકુમાર શ્રીવાસ્તવ અધિકારીઓનો સમાવેશ થાય છે. વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડીવીઝનને પ્રતિષ્ઠિત સિકયુરીટી શિલ્ડ એવોર્ડ એનાયત થયો હતો તે પ્રસંગની તસવીર.