ધર્મને ‘પાળવા’ કરતા ‘પામવો’ વધુ જરૂરી: પૂ. યોગતિલકસુરિશ્ર્વરજી મ.સા.

દીક્ષા દાનેશ્ર્વરી જૈન તપોધની મહારાજની ‘ગુજરાત મિરર’ સાથે ખાસ મુલાકાત રવિવારે પૂ.ગુરુદેવની પાવન પધરામણી  ભવ્ય સ્વાગતની તૈયારી ઈચ્છાનું વિસર્જન થાય એ તપ, ફકત ભૂખ્યા રહેવું એ તપ નથી  ધર્મથી માણસ 24ડ7 સુખી રહી શકે છે  સારો માણસ સમાજ દેશ અને રાષ્ટ્રને સારો બનાવી શકે ક્ષ ભાવના દોશી રાજકોટ તા.14
યુવાન વયે સીએની પ્રેકટીસ છોડીને જૈન ધર્મનો સંયમનો માર્ગ સ્વીકારનાર પૂ.યોગતિલકસૂરીશ્ર્વરજી મ.સા. પ્રથમ વખત રાજકોટ શહેરમાં પધારી રહ્યા છે પોતાના પ્રવચન દ્વારા અનેકના જીવનને યુટર્ન આપેલ છે. વર્તમાન સમયમાં ધર્મ, સંપ્રદાય, રાજકારણ વિશેની ચોટદાર વાતોથી યુવાનો અભિભૂત થાય છે. અને કેટલાક દીક્ષામાર્ગે વળે છે સૌથી વધુ દીક્ષા આપનાર તથા જેને દીક્ષા દાનેશ્ર્વરીની પદવી મીડીયાએ આપેલ છે તે પૂ.ગુરુદેવે રાજકોટમાં પ્રવેશ પહેલા ‘ગુજરાત મિરર’ સાથે ધર્મ, રાજકારણ તેમજ સાધુ સંતોના અકસ્માત મુદ્દે વિસ્તૃત વાત કરી હતી.
ી ગુજરાત મિરર: આપની દ્રષ્ટિએ ધર્મ શું છે?
પૂ.ગુરુદેવ: દરેક ધર્મ જીવન જીવવાની ફિલોસોફી આપે છે ધર્મ એ જીવનને સાચી દિશા આપે છે કોઇ પણ ધર્મ સાચી સમજણથી કરવામાં આવે તો જીવન બદલાઇ જાય છે વર્તમાન સમયમાં ધર્મ ક્રિયાકાંડ પુરતો જ સમિતિ બની ગયો છે ધર્મની ડેફીનેશનમાં જ પ્રોબ્લેમ છે અને એટલે જ ધર્મને લઇને પ્રશ્ર્નો ઉભા થયા છે જૈન ધર્મના સિધ્ધાંતો (1) ઉદેશ (2) સિધ્ધાંત (3) ઉદેશને અનુરૂપ આચાર આ ત્રણ બાબત જો કલીયર હશે તો કોઇ પ્રોબ્લેમ થાય. 24 કલાક આનંદમાં રહી શકાય એવી તાકાત છે ધર્મમાં
ી ગુજરાત મિરર: જીવનમાં ધર્મનું શું મહત્ત્વ છે?
પૂ. ગુરુદેવ: દુનિયામાં જે કંઇ સારુ છે તે ધર્મના કારણે જ છે ચાહે તે ભૌતિક, સામાજીક ક્ષેેત્રે હોય કે સાંસારીક. જેમ કે પરિવારમાં એકબીજા સાથે રહેવુ હશે તો વફાદારીનો ધર્મ નિભાવવો પડશે. કોઇ પણ ઉદાહરણ લઇ લો. ધર્મ તમને જોવા મળશે જ જેમ ઉચા લેવલ પર જાવ તેમ એથીકસ ઉચા બનતા જાવ
ી ગુજરાત મિરર: વર્તમાન સમયમાં લોકો ધર્મથી વિમુખ થતા જાય છે તેનું શું કારણ?
પૂ.ગુરુદેવ: ધર્મની રજુઆત બે રીતે થાય છે. (1) શાસ્ત્રમાં જે સમજાવ્યું છે તે (2) પોતાના જીવનમાં કઇ રીતે ટચ થાય છે તે જે ધર્મ પોતાને સરળ લાગે તે લોકો ગ્રહણ કરીલે છે ભગવાનની વાત જ એવી છે કે લોકોએ સ્વીકારવી પડે પરંતુ કંઇક અંશે શિક્ષણ ધર્મને ખોટી રીતે ઈન્ટરપ્રીટ કર્યો છે એક પણ ભૌતિક વસ્તુમાં કાયમી સુખ આપવાની તાકાત નથી અને આમ છતા લોકો એ તરફ દોડે છે ને દુ:ખી થાય છે ધર્મને સાચા અર્થમાં સમજવામાં આવે તો કયારેય લોકો ધર્મથી વિમુખ ન થાય.
ી ગુજરાત મિરર: આજે યંગ એજયુકેટેડ લોકો દીક્ષા તરફ વળી રહ્યા છે? તેનું કારણ શું?
પૂ.ગુરુદેવ: ધર્મની વાત, ભગવાનની વાત જ એવી છે કે જે દરેકને સ્પર્શી જાય છે અને દરેકને સ્વીકારવી પડે છે એકદમ સીમ્પલ બે ને બે ચાર જેવી વાત છે ખરેખર તો સંસારજીવન કઠીન છે. સંયમ જીવન કઠીન નથી આજકાલ લોકો ઓપન માઈન્ડ ધરાવે છે સંતાનોને જે કરવું હોય તે કરવા દે છે અને એટલે જ યુવાનો દીક્ષાના માર્ગ આગળ વધે છે અને સમાજ માટે એ સારી વાત છે કે સારા અને સાચા સાધુ સંતોનું જોડાણ થશે તો સમાજનું માળખું સુધરશે.
ી ગુજરાત મિરર: ભવિષ્યનું મિશન શું છે?
પૂ. ગુરુદેવ: જીવનનું સૌથી સારું કામ કોઇ માણસને સારો બનાવવાનો છે. હજારો લોકો પ્રવચનમાં આવે છે દરેકને કાંઈને કાંઈ
લાભ થાય છે એટલે સારુ કામ કરીને માણસને સારો બનાવવાનો પ્રયત્ન કરુ છું. માણસ
પાસે ગમે તેટલા પૈસા હશે પણ માણસ જ ખરાબ હશે તો શું કરશો? એટલે જ એક વ્યક્તિ સારી બનશે તો સમાજ સારો અને તેના દ્વારા દેશ અને વિશ્ર્વને પણ સારુ બનાવવાનું કાર્ય કરી શકાય. પૂ.ગુરુદેવ સાથેની
યાદગાર વાતો...
તપ એટલે ફકત ભુખ્યા રહેવું તે નથી સુક્ષ્મ દ્રષ્ટિથી જોઇએ તો તપ એટલે ઈચ્છાનું વિસર્જન
ધાર્મિક સ્થાનોને ફકત ધર્મ માટે જ રહેવા દો તેનો સામાજીક કાર્યોમાં ઉપયોગ ન કરો.
ધર્મ અને રાજકારણ બન્ને મિકસ થાય છે ત્યારે સમસ્યા સર્જાય છે.
દરેક વ્યક્તિ જે સ્થાન પર છે તે સમજીને કાર્ય કરશે તો કોઇ સમસ્યા ઉભી થશે નહીં.
સભ્ય સમાજ માટે નિયંત્રણ એ જ સાચી વ્યવસ્થા છે.
ધર્મને જ્ઞાતિમાં ન બાંધો જે દરેકને ઉપયોગી છે તે ધર્મ.
સાધુને વિહારનો સમય તેમજ વાહન ચાલકોને ઝોંકાનો સમય એક હોવાથી અકસ્માતો થાય છે. અખબારમાં સમાજ સુધારવાની તાકાત રહેલી છે...
ક્ષ ગુલાબની ખુશ્બુ લઇ ગામમાં ફરાય, ઉકરડો લઇ ન ફરાય
‘ગુજરાત મિરર’ સાથેની ખાસ વાતચીતમાં પૂ.ગુરુદેવે મીડીયાને શીખ આપતા કહ્યું કે અખબારોએ પોતાની ફરજ બજાવતા નેગેટીવ વાતો પણ છાપવી પડે છે. આમ છતા સારી વાતને હાઈલાઈટ કરો નેગેટીવ ન્યૂઝને નહી. નેગેટીવ સમાચારો લેવાનું બંધ થાય તો દેશ સુધરી જાય.