ડો.આંબેડકર જયંતીએ ભાજપ-કોંગ્રેસ દ્વારા ભાવાંજલિ

હોસ્પિટલ ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત: પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની પણ હાજરીરાજકોટમાં આજે ભારતિય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની અનોખી ઉજવણી થઈ હતી. હોસ્પિટલ ચોકમાં સવારથી જ સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ડો.આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા. આજ રીતે પોલીસ કમિશનર ડો.અનુપમસિંહ ગેહલોત તથા મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ પણ ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલી અર્પી હતી. દલિત ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપના નેતાઓને ડો.આંબેડકરની પ્રતિમાને હારતોરા નહીં કરવા દેવાની આપેલી ચિમકી બાદ સિવિલ હોસ્પિટલ ચોકમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભાજપ દ્વારા પણ દરવખત કરતા આ વખતે ડો.બાબાસાહેબની જન્મજયંતિની ધ્યાનાકર્ષક ઉજવણીનું આયોજન કર્યું હતું. આજરીતે કોંગ્રેસના આગેવાનોએ પણ ભારે ઉત્સાહ પૂર્વક ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પવામાં આવી હતી. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)