હોમિયોપેથી વિદ્યાશાખાના ડીન અમિત જોશીનું રાજીનામુ

તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર થાય તે પહેલા 43 છાત્રો સામે ફોજદારી થશે
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી હોમિયોપેથી કોલેજોમાં બોગસ માર્કશીટના આધારે પ્રવેશ મેળવી તબીબ બનવાનો કૌભાંડ સામે આવ્યા બાદ રચવામાં આવેલી તપાસ સમિતિની તપાસ પૂર્ણ થઇ છે. તેમાં હોમિયોપેથી ફેકલ્ટીના ડીન અમિત જોશીએ ગઇકાલે રાજીનામુ આપી દીધું હતું. જો કે ડીન અમિત જોશીની ટર્મ દોઢ મહિના બાદ પૂર્ણ થઇ રહી છે તપાસ કમીટીએ સંપૂર્ણ તપાસ પૂર્ણ કરી તપાસનો ચાર્ટ ઇન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડીયાને સુપરત કરવા કાર્યવાહી હાથ ધરી છે. હોમીયોપેથી કોલેજમાં એડમીશન લેનારા પ7 વિદ્યાર્થીઓની માર્કશીટ અંગે દિલ્હી યુનિ., વિનોબા ભાવે યુનિ, અહલ્યાબાદ યુનિ., બાબાસાહેબ આંબેડકર યુનિ.માં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 43 વિદ્યાર્થીઓની બોગસ માર્કશીટ નીકળતા તેમની સામે યુનિ. દ્વારા તપાસનો અહેવાલ રજૂ થયા બાદ આગામી સપ્તાહમાં પોલીસ ફરીયાદ થશે. આ કૌભાંડના મુખ્ય વ્યકિત કે જેને વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટની વ્યવસ્થા કરી દીધી છે તે હોમિયોપેથી કોલેજના ડીન ડો.અમિત જોશીનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું છે.