સોશિયલ મીડિયા પર સેલીબ્રિટિઝનું જસ્ટીસ ફોર આસિફા કેમ્પેઈન

કઠુઆ ગેંગરેપ મામલે આજે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરી ધૃણાસ્પદ ઘટનામાં ન્યાયની માગ કરી છે. ટ્વીટની સાથે રવીન્દ્રએ બેનર સાથેની પોતાની તસ્વીર પણ પોસ્ટ કરી છે. બેનરમાં લખ્યુ છે કે ‘હું ભારતીય છું, હું શર્મસાર છું. આપણી બાળકીને ન્યાય મળે..’ ગેન્ગરેપ અને હત્યાના આ બનાવમાં હવે સેલિબ્રિટીઝ પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર વ્યકત કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા ઉપરાંત સોનમ કપુર, હાર્દિક, હુમા કુરેશી ગુલ પનાગ સહિત અસંખ્ય સેલિબ્રિટિઝે ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર બેનર સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. કેટલાક સેલિબ્રિટિઝે પોતાના ડી.પી.માં ભોગ બનેલી માસુમ બાળકી તસ્વીર રાખી ન્યાયની ગુહાર લગાવી છે.