દોસ્તો! તમે જાણો છો? આ રીતે કોમનવેલ્થ ગેમ્સનો આરંભ થયો હતો

એશલી કુપુર પેહેલી એવી વ્યક્તિ હતા કે જે ઇચ્છતા હતા કે બ્રિટિશ રાજના દેશમાં સદભાવના એક બીજા દેશ અને તેના લોકો વચ્ચે કેળવાય અને તેવી આશા સાથે એમણે કોમનવેલ્થ રમતોત્સવનો વિચાર મુક્યો હતો અને કેનેડાના પ્રમુખ અને મોટા ગજાના એથ્લીટ બોબી રોબિનસનને કેનેડાના ઓન્ટારીયા શહેરમાં પ્રથમ કોમનવેલ્થ ગેઇમ્સનું આયોજન કરવાનો કારોભાર સોંપવામાં આવ્યા હતું અને એવિચાર બાદ અને બધાના પ્રયત્નથી કેનેડાના હેમિલ્ટન ઓન્ટારીયા શહેરમાં 19430માં પ્રથમ કોમનવેલ્થ ગેઇમ્સ રમાયો જેમાં 11 દેશના 400થી વધારે એથ્લીટ દ્વારા ભાગ લેવામાં આવ્યો
1930થી શરુ થયેલા આ કોમનવેલ્થ ગેઇમ્સ ત્યારબાદ દર ચાર વર્ષે યોજાતા આવ્યા છે પરંતુ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન કોમનવેલ્થ ગેઇમ્સ રમાડી શકાઇ ન હતી. આમતો કોમનવેલ્થ ગેઈમ્સના અનેક નામો પણ આપવામાં આવ્યા હતા જેમાં બ્રિટિશ એમ્પાયર ગેઇમ્સ, બ્રિટિશ કોમનવેલ્થ ગેઇમ્સ અને ફ્રેન્ડલી ગેઇમ્સ જેવું નામ પણ આપવામાં આવ્યું હતું પરંતુ 1978માં અંતે કોમનવેલ્થ ગેઇમ્સ નામ જ આપવામાં આવ્યું અને તે નામ જ ચાલુ રાખવામાં આવ્યું હતું અને પેહેલા તો આ ગેઈમ્સમાં સિંગલ ખેલાડીઓની ઇવેન્ટ જ વધારે થતી હતી પરંતુ 1998માં સૌથી મોટો બદલાવ કરતો નિર્ણય લેવામાં આવ્યો જયારે ક્વાલાલંપુર ખાતે રમાયેલા કોમનવેલ્થ ગેઇમ્સમાં પેહેલી વખત ક્રિકેટ, હોકી
અને નેટબોલ જેવી ટીમ ગેઈમ્સને પણ સ્થાન મળ્યું અને આ રમત પણ રમાડવામાં આવી.
2001માં કોમનવેલ્થ ગેઇમ્સમાં માનવતા સમાનતા અને નિયત ઉપર રાષ્ટ્ર મંડળ ખેલ રમાડવાનું નક્કી કરવામાં આવ્યું અને તે નીતિથી એક દેશના ખેલાડીઓને બીજા દેશના ખેલાડીઓ સાથે જોડાવાનું નક્કી કરાયું અનેતે ભાવના સાથે આજે પણ કોમનવેલ્થ ગેઇમ્સ અમદાવાદમાં આવી રહી છે
કવીન્સ બેટન રીલે ઓલિમ્પિક ટોચની જેમ કોમનવેલ્થ ગેઇમમાં પણ કવીન્સ બેટન રીલે ની ઔપચારિકતા પુરી કરવામાં આવે છે જે સૌપ્રથમ 1958માં કાર્ડિફ બ્રિટનમાં શરુ કરવામાં આવી અને પરંપરા મુજબ બેટન રીલે ઇંગ્લેન્ડના બકિંગહામ પેલેસથી શરુ થતી હોઈ છે.
જ્યાં સુધી ભારતનો સવાલ છે ત્યાં સુધી 2010માં ભારતના પાટનગર નવી દિલ્હીમાં 26 થી 13 ઓક્ટોબર દરમિયાન કોમનવેલ્થ ગેઇમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 71 દેશના 5081 એથ્લીટ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો કુલ 17 રમત માટે 272 સ્પર્ધા રમાડવામાં આવી હતી ને આ કોમનવેલ્થ ગેઇમ્સનું ઉદઘાટન અને સમાપન નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે થયું હતું અને ત્યાર બાદ 20મોં કોમનવેલ્થ ગેઇમ્સનું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ગેમ હાલમાં ઓસ્ટ્રેલિયા ખાતે રમાઈ રહેલ છે. આ વખતે ભારતનો દેખાવ ખુબ જ સુંદર રહ્યો છે. રોજ રોજ કોઈને કોઈ ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર બ્રોન્ઝ મેડલ મળવાના સમાચારોથી સમગ્ર દેશવાસીઓ ખુશ ખુશ થઈ જાય છે. નીચે કેટલાક ગોલ્ડ મેડલ મળેલ ખેલાડીઓના નામ આપ્યા છે પરંતુ ભૂલથી તેની સામેના તેના સ્પોર્ટસનું નામ આડુ અવળુ લખાઈ ગયુ છે તો તમે યોગ્ય રીતે સાચી ગેઈમ જોડીને લખો.
(1) વેંકટ રાહુલ રગાલા મેન્સ એર પિસ્તોલ
(2) મનુ ભાકર ફ્રી સ્ટાઈલ કુસ્તી
(3) તેજસ્વિીની સાવંત વુમન્સ વેઈટ લીફટીંગ
(4) શ્રેયસી સિંઘ વુમન્સ એર પિસ્તોલ
(5) રાહુલ અવાર રાઈફલ શુટિંગ 50મી
(6) સંજીતા ચાનુ મેન્સવેઈટલીફટીંગ
(7) જીતુ રાય ડબલ ટ્રેપ વુમન શુટિંગ