ભાવનગરના રોહીશાળામાં હેલોજન લાઈટની ટયુબ ફાટતાં ધુમાડાથી 60 લોકોનો અસર

ધાર્મિક કાર્યક્રમમાં બનેલી ઘટનામાં બાળકો, મહિલાઓ પુરૂષોની આંખમાં અસરથી સારવારમાં ભાવનગર,તા.14
ભાવનગર જીલ્લાના રોહિશાળાના ગામે ધાર્મીક કાર્યક્રમમાં અજવાળા માટે લગાવેલ હેલોઝન-ફોકસ લાઈટની ટયુબ ફાટતાં તેમાંથી ઉડેલા રેડીએશન (પ્રવાહી) અને ધુમાડાથી 60 થી વધુ બાળકો, સ્ત્રી અને પુરૂષોને આંખમા અસર થતાં તમામને હોસ્પીટલ ખસેડાયેલ, આ બનાવથી દેકારો મચી જવા પામ્યો હતો.
બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાનાં રોહીશાળા ગામે રાત્રે રામદેવપીરનું આખ્યાનનો કાર્યક્રમ હોય બાળકો, સ્ત્રીઓ અને પુરૂષો સહિત ભાવીકો એકઠા થયાહતા. દરમ્યાન કાર્યક્રમમાં અજવાળુ કરવા ઉપયોગમાં લેવાયેલ હેલોઝન-ફોકસ લાઈટની ટયુબ એકાએક તુટતાં તેમાંથી ઉડેલા પ્રવાહી અને ધુમાડાને કારણે આજુબાજુ બેઠેલા ભાવકોની આંખમાં બળતરા થવા લાગીહતી. બાળકોને પણ આંખમાં અસર થતાં દેકારો મચી ગયો હતો. દરમ્યાન તમામને સારવાર માટે પાલીતાણાની માનસિંહજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમીક સારવાર બાદ તામમનની સ્થિતિમાં સુધારો જણાયો હતો. અસરગ્રસ્તોને આંખોમાં બળતરા, મીંઠી ખંજવાળ તથા આખોમાં ઓછુ દેખાવવું વિગેરે સમસ્યાઓ જણાઈ હતી. ગારીયાધાર, પાલીતાણા, રંધોળા, સિહોરથી એક સાથે ચાર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનને દોડાવાઈ હતી. અને અસરગ્રસ્તોને હોસ્પીટલ ખસેડાયેલ હતા. તમામની આંખોનું લેબોરેટરી ચેકઅપ કરી સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ભાવનગરના રોહિશાળા ગામે ધાર્મીક કાર્યક્રમમાં હેલોઝન-ફોકસ લાઈટની ટયુબ ફાટતાં તેમાંથી ઉડેલા પ્રવાહી અને ધુમાડાતી 60 થી વધુ બાળકો, મહિલાઓને આંખમાં બળતરા ઉપડતા તમામને હોસ્પીટલ ખસેડાયા હતા. (તસ્વીર: વિપુલ હીરાણી-ભાવનગર)