આજની પ્રાર્થના

માલ શોધે છે માલિકને
ઓ જગતના શિરતાજ!
તારા વિના હું ઓગળી રહ્યો છું, પીગળી રહ્યો છું.
તારા વિરહમાં હું ખેદાન-મેદાન થઇ ગયેલ છું.
છિન્ન-ભિન્ન થઇ ગયેલ છું.
આકુળ - વ્યાકૃળ થઇ ગયો છું.
તારી ગેરહાજરીના લીધે,
મળેલ સામગ્રી - શકિત - સંયોગ પણ અભિશાપરૂપ લાગે છે.
તારાથી દૂર રહીને થતો
વિકાસ પણ વિનાશ લાગે છે,
પ્રગતિ પણ પતન લાગે છે.
ભરતી પણ ઓટ લાગે છે.
લાભ પણ નુકશાનીરૂપ પુરવાર થાય છે,
આવું સ્વાનુભવથી જણાયું છે. - પૂજ્ય યશોવિજયસૂરિ (ક્રમશ:)