એક ટ્રક ચાલકનું મૃત્યુ

તળાજા પાસે બે ટ્રક ધડાકાભેર ટકરાયા ટ્રક જુદા પાડવા માટે ક્રેઈનની મદદ લેવી પડી ભાવનગર તા.14
તળાજા- મહુવા નેશનલ હાઇવે પર આજે સવારે 6 કલાકે બે ટ્રક સામ સામે ધડાકા ભેર અથડાયા હતા. જેમાં એક ટ્રકના ચાલકને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજયું હતું. બંને ટ્રકને છુટા પાડવા અને તેમોના ડ્રાયવરને બચાવવા પોલીસ સહીતની સેવાભાવીઓએ બે કલાક મહેનત કરી હતી.
દાઠા પોલીસના જણાવ્યા અનુસાર મહમદ ફારુક નસદરુદ્ીન પઠાણ (ઉ.વ.42) રે. અમદાવાદ વાળાએ ટેન્કર નં. જીજે 14 એકસ 1383 ના ચાલક વિરુઘ્ધ નોંધાવેલ ફરીયાદમાં સવારે છ વાગ્યાના સુમારે આ ટ્રંકના ચાલકે પસવી ગામ નજીક બે ફીકરાઇથી પોતાના ટ્રક ચલાવી અમદાવાદથી કોડીનાર જતાં ટ્રક જીજે 18 એવી 8519 સાથે અથડાયેલ જેનાં કારણે આ ટ્રકના ચાલક મહમદ અલીમખાન જુમાતખાનનું અકસ્માતમાં ઇજા થતાં મોત નિપજેલ છે.
તળાજા 108ના દિનેશ દિહોરા તથા પાયલોટ ધીરજલાલ ઠાકરના જણાવ્યા બન્ને ટ્રક એકબીજામાં ધુસી ગયા હતા. પ્રારંભીક તબકકે મરનાર સલીમ જીવતી હતો. તેને બચાવવા પોસઇ એન.એ. ગોહિલ 108ની ટીમ સેવાભાવીઓએ બે કલાક જેટલી મહેનત બેને ટ્રકો છુટા પાડવા માટે કરીને ફસાયેલા ચાલકને બહાર કાઢવા મહેનત કરી હતી પરંતુ બીજું જ મંજુર હતું. તળાજા-મહુવા હાઇવે બે ટ્રક અથડાતા એકનું મોત નિપજયું છે અને એકને ગંભીર ઇજા પહોંચી છે.   (તસ્વીર:- વિપુલ હિરાણી-ભાવનગર)