પંજાબને હરાવી વિજયનું ખાતુ ખોલાવતું બેંગ્લોર


બેંગ્લોર : બેંગ્લોરમાં ગઈકાલે શુક્રવારે રાત્રે રમાયેલા કિંગ્ઝ ઈલેવન પંજાબ સામેના મેચમાં જ વિકેટે વિજય મેળવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલમાં ખાતુ ખોલાવ્યું હતું. 156 રનના વિજયી લક્ષ્યાંક સામે બેંગ્લોર ટીમે 19.3 ઓવરમાં છ વિકેટ 159 રન બનાવી લઈ વિજય પ્રાપ્ત કર્યો હતો. ડીવિલિયર્સ અને મનદીપ આરસીબીને છેક જીત સુધી પહોંચાડ્યા બાદ 19મી ઓવરમાં ઉપરાછાપરી આઉટ થઈ ગયા હતા. આમ છતાં આઇસીબીનો 20મી ઓવરમાં 4 વિકેટે વિજય થયો હતો. આઇસીબીએ છેલ્લી ઓવરમાં જીત માટે ફક્ત 5 રન ફટકારવાના હતા અને 8મા ક્રમે આવેલા વોશિંગ્ટન સુંદરે 2 ચોગ્ગા ફટકારીને 19.3 ઓવરમાં જ છઈઇની જીત નિશ્ચિત કરી હતી.   આ અગાઉ ડીવિલિયર્સે 40 બોલમાં 4 છગ્ગા, 2 ચોગ્ગા થકી 57 રન ફટકાર્યા હતા. જ્યારે મનદીપે 19 બોલમાં 22 રન કર્યા હતા.
અશ્વિને બે બોલમાં બે વિકેટ ઝડપીને આઇસીબીને મોટો ઝાટકો આપ્યા બાદ બાજી સંભાળવાની જવાબદારી ડિવિલિયર્સના માથે આવી પડી હતી.
અશ્વિને પોતાની ચેમ્પિયન બોલરની ઈમેજને પ્રસ્થાપિત કરતા બે બોલમાં બે વિકેટ પાડી દીધી હતી. પહેલા ડીકોક બોલ્ડ થયો હતો અને પછીના જ બોલે સરફરાઝ સ્લિપમાં ઝડપાઈ ગયો હતો. આમ 11મી ઓવરમાં આઇસીબીએ સળંગ બે બોલમાં 2 વિકેટ ગુમાવી હતી અને તેનો સ્કોર 11.3 ઓવરમાં 4 વિકેટે 87 રનનો થયો હતો.
કેપ્ટન વિરાટ કોહલી ખાસ ઉકાળી શક્યો નહોતો અને મુજીબુર રહેમાનની 5મી ઓવરમાં ગુગલી બોલે ક્લિન બોલ્ડ થયો હતો. આનેપગલે આઇસીબીને 33 રનના સ્કોરે બીજો ઝાટકો લાગ્યો હતો. કોહલીએ 16 બોલમાં 21 રન ફટકાર્યા હતા.
આઇસીબીના બોલર્સે છેવટ સુધી ટાઈટ લાઈન-લેન્થ સાથે બોલિંગ કરતા કેએકસઆઈપીની ટીમ ધારણા મુજબ 20 ઓવર પૂરી કરી શકી નહોતી અને 19.2 ઓવરમાં તેની તમામ 10 વિકેટ 155 રનમાં પડી ગઈ ગઈ હતી. એકતબક્કે કેએકસઆઈપીની 122 રનમાં 7 વિકેટ પડી ગઈ હતી. પરંતુ સુકાની અશ્વિને જવાબદારીપૂર્ણ બેટિંગ કરતા 21 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ વડે 33 રન ફટકાર્યા હતા. જ્યારે અન્ય પૂંછડિયા બેટ્સમેન પૈકી કોઈ ખાસ યોગદાન આપી શક્યું નહોતું. હવે આઇસીબીને 156 રનનો ટાર્ગેટ મળ્યો છે.