મનોજકુમારને સલમાન ખાન અને અક્ષયમાં દેખાયા ‘નયા ભારત’!

 ‘ભારત’ પર મારો કોઈ કોપી રાઈટ નથી: મનોજકુમાર
મુંબઈ તા.14
મનોજકુમારનું કહેવું છે કે આજના સમયે કોઈને ‘ભારત’ નામ આપવું હોય તો અક્ષયકુમાર અને સલમાન ખાન શ્રેષ્ઠ છે. મનોજકુમારે 1970ના દાયકામાં ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ર્ચિમ’ અને ‘રોટી કપડા ઔર મકાન’ જેવી દેશશભક્તિવાળી ફિલ્મોમાં કામ કર્યું હતું અને એથી જ તેમને ‘ભારત’ ઉપનામ આપવામાં આવ્યું હતું. અને એથી જ તેમને ‘ભારત’ ઉપનામ આપવામાં આવ્યું હતું. આ વિશે વધુ જણાવતાં મનોજકુમારે કહ્યું હતું કે ‘ભારત’ પર મારો કોઈ કૉપીરાઈટ નથી. કોઈ પણ વ્યક્તિ અને દરેક વ્યક્તિ ભારત છે. મને ખુશી છે કે સુપરસ્ટાર સલમાન અને અક્ષયકુમાર એવી ફિલ્મો કરી રહ્યા છે જેમાં સોસાયટીમાં સારો બદલાવ લાવી શકાય. તેઓ એક નવી સવાર અને નયા ભારત માટે સક્ષમ છે.’મનોજકુમાર 1970ના દાયકામાં રાજેશ ખન્ના સાથે ‘નયા ભારત’ નામની ફિલ્મ બનાવવા માગતા હતા, પરંતુ એ ફિલ્મ હવે સલમાન અથવા તો અક્ષયકુમાર સાથે બનાવી શકાય એવું તેમનું માનવું છે. આ વિશે વધુ જણાવતાં મનોજકુમારે કહ્યું હતું કે ‘જો તમે ખરા દિલથી કામ કરો અને સોસાયટીમાં બદલાવ લાવવા માટે સતત ઝંખતા હો તો દર્શકો તમારા પ્રયત્નને હંમેશા બિરદાવશે.
મને સલમાન અને અક્ષયના કામમાં એ દેખાય છે. મારે ફિલ્મના સેટ પર મૃત્યુ પામવું છે અને એથી જ હું ખૂબ જ જલદી ડિરેકશન કરવા માગું છું’