CWG: બોક્સિગં-શૂટિંગમાં ભારતને વધુ 3 ગોલ્ડ

  • CWG: બોક્સિગં-શૂટિંગમાં ભારતને વધુ 3 ગોલ્ડ

કોમનવેલ્થમાં સુવર્ણચંદ્રક જીતનાર મેરીકોમ પ્રથમ ભારતીય બોકસર : શૂટિંગમાં સંજીવ રાજપૂત અને બોક્સિગંમાં ગૌરવ સોલંકીને પણ ગોલ્ડ
ગોલ્ડકોસ્ટ તા.14
ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં આજે શનિવારે 10માં દિવસે પણ ભારતે સુવર્ણચંદ્રક જીતવાનો શાનદાર સિલસિલો યથાવત જાળવી રાખ્યો હતો. આજે મહિલા બોક્સિગંમાં મેરીકોમે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ શૂટિંગમાં 50 મી. રાયફલ ઈવેન્ટમાં સંજીવ રાજપૂતે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો, તેમજ બોક્સિગંમાં પર કિ.ગ્રા. કેરેટરીનો ફાઈનલ મુકાબલો જીતી ગૌરવ સોલંકીએ પણ ભારતને ગોલ્ડ મેડલની ભેટ આપી હતી.
ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતીય ખેલાડીઓનો દબદબો ચાલુ છે. એક વખત ફરીથી દેશનો પરચમ લહેરાવતા બોક્સર મેરી કોમે ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો છે. મેરીકોમે 48 કિલોગ્રામ કેટેગરીની બોકસિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. આમ ભારતને અત્યાર સુધીમાં 18 ગોલ્ડ મેડલ મળી ચૂકયા છે. મેરી કોમે શનિવારના રોજ 21મા રાષ્ટ્રમંડલ રમતોના 10મા દિવસે શનિવારના રોજ મહિલા બોક્સિંગની 45-48 કિલોગ્રામ કેટેગરીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ દિગ્ગજ બોક્સરે ફાઇનલમાં ઇંગલેન્ડની ક્રિસ્ટિના ઓ ને હરાવી 5-0થી માત આપીને પહેલી વખત કોમનવેલ્થ ગેમમાં મેડલ પ્રાપ્ત કર્યો હતો. ભારત વતી આવી સિધ્ધિ મેળવનાર મેરીકોમ પ્રથમ મહિલા બોકસર બની છે.
મેરી કોમે પહેલાં રાઉન્ડમાં ધીરજ દેખાડી અને તકની રાહ જોઇએ. તેમને તક પણ મળી જેને તેમણે પોતાના પંચનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો. મેરી કોમ ધીમે-ધીમે આક્રમક થઇ રહી હતી. બીજા રાઉન્ડમાં મેરીકોમે પોતાના અંદાજ ચાલુ રાખ્યો. ત્યાં ક્રિસ્ટિના કોશિષ તો કરી રહી હતી પરંતુ તેના પંચ ચૂકાઇ રહ્યા હતા.
જ્યારે મેરી કોમ મુકાબલો આગળ વધારવાની સાથે આક્રમક થતી ગઇ અને હવે જૈબની સાથે પોતાના લેફ્ટ હકનો પણ સારો ઉપયોગ કરી રહી હતી. હવે તે પોતાના ફૂટવર્કનો સારો ઉપયોગ કરતાં ક્રિસ્ટિના પર દબાણ બનાવ્યું હતું. ત્રીજા અને છેલ્લાં રાઉન્ડમાં ક્રિસ્ટિના પણ આક્રમક થઇ ગઇ હતી અને પાંચ વખતની વિશ્વ ચેમ્પિયનને સારી ટક્કર આપી રહી હતી, પરંતુ મેરી કોમે પોતાના ડિફેન્સ પણ મજબૂત કરતાં જીત પ્રાપ્ત કરી હતી. સંજીવ રાજપૂત