ચિયરલીડર્સ સાથે ક્રિકેટ કોમેન્ટેટર ડેની મોરિસનની ઉટપટાંગ હરકતો!

કયારેક યુવતીને ખભ્ભે બેસાડે છે તો કયારેક વળી કિસ પણ કરી લ્યે છે મુંબઇ: આઈપીએલમાં ટીવી કોમેન્ટેટરની ભૂમિકા નિભાવી રહેલ ન્યુઝીલેન્ડનો પૂર્વ ફાસ્ટ બોલર ડેની મોરિસન તેની ઉટપટાંગ અને કોમેડી હરકતોની સાથોસાથ ચિયરલીડર્સ સાથે પણ લાઈવ ટીવી શો દરમ્યાન વધુ પડતી છુટછાટ લેતો હોવાનું લોકોએ જોયુ છે.આ ઉપરાંત તે ઘણા રમુજી સ્વભાવને કારણે પણ લોકપ્રિય છે. જોકે આ અલગ સ્ટાઈલમાં કોમેન્ટ્રી કરનાર કોમેન્ટેટર અમુક વખત મેદાન પર હદ વટાવતો પણ જોવા મળી ચૂક્યો છે. તેણે ચીયરલીડર્સને ખભે બેસાડવા અને તક મળતા જ તેમને કિસ કરવા જેવી ઘટનાઓ પણ કરેલી છે. આ ઘટનાઓ તેણે લાઈવ શો દરમિયાન કરી હતી.આઈપીએલની પ્રથમ સીઝનમાં ડેની મોરિસને લાઈવ શો દરમિયાન એક ચીયરલીડરને પોતાના ખભે બેસાડી લીધી હતી. ડેનીએ પિચ રિપોર્ટ દરમિયાન ચીયરલીડરને ખભે બેસાડી ત્યારે તેની સાથે કોમેન્ટેટર રમીઝ રાઝા પણ હતો. આઈપીએલની બીજી સીઝન દરમિયાન ડેની મોરિસને લાઈવ શો દરમિયાન ચોંકાવનારી હરકત કરી હતી. લાઈવ શો દરમિયાન તેણે પોતાની સાથી મહિલા કોમેન્ટેટરની બગલ સુંઘી વિચિત્ર રિએક્શન આપ્યા હતા. આઈપીએલની છઠ્ઠી સીઝનમાં ડેનીએ એન્કર કરિશ્મા કોટકને તેડી લીધી હતી અને પછી ડાન્સ કરવા લાગ્યો હતો. આઈપીએલ એક સીઝન દરમિયાન ડેનીએ એન્કર લેખા વોશિંગ્ટનને વિચિત્ર રીતે ગળે લગાવી હતી. ડેની ચીયરલીડર્સ સાથે હોય ત્યારે જ નહીં પરંતુ એકલા એન્કરિંગ કરતા સમયે પણ આવી જ વિચિત્ર હરકતો કરે છે. મોરિસને આઈપીએલ 2016માં સરદારના લુકમાં એન્કરિંગ કરી હતી.