ચેન્નાઈની ટીમના ટી-શર્ટ જેવા ડ્રેસને કારણે પ્રિયા ફરી ચર્ચામાં

ચેન્નાઈ તા,14
‘વિકિંગ’ (આંખ મારવી) ગર્લ તરીકે રાતોરાત દેશ-વિદેશમાં યુવાનોને ઘેલુ લગાડી ચૂકેલી પ્રિયા પ્રકાશ વોરિયર કપ્તાન મહેન્દ્રસિંઘ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્ઝ ટીમની મોટી પ્રશંસક છે પરંતુ પીળા ટીશર્ટને કારણે તેને તાજેતરમાં શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ફટાફટ ક્રિકેટ ઈંઙક 2018નો રોમાંચ ચાલી રહ્યો છે. ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સે 2 મેચમાં જીત મેળવી છે. રાતો રાત ફેમસ થનારી પ્રિયા પ્રકાશ વારિયર ધોનીની ચેન્નાઇ સુપરકિંગ્સની ફેન છે. આ વાત તેને કેટલીક વખત કહી છે કે તે ધોનીની મેચ જોવાનું નથી ભૂલતી. જે બાદ હવે સોશિયલ મીડિયા પર પ્રિયાની કેટલીક તસવીરો વાયરલ થઇ છે જેમાં તેને ચેન્નાઇ સુપરકિંગ્સની ટી શર્ટ પહેરી છે. આ તસવીરને કારણે પ્રિયા પ્રકાશએે શરમજનક સ્થિતિમાંથી પસાર થવુ પડ્યુ છે.સોશિયલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઇ રહી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયા પ્રકાશ વારિયર આઈપીએલ 2018માં ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમને ઘણુ પસંદ કરે છે અને તે આ ટીમને સપોર્ટ કરી રહી છે. આ દરમિયાન તેનો ડ્રેસ ખસકી ગયો હતો જેને કારણે તેને શરમજનક સ્થિતિમાં મુકાવવુ પડ્યુ હતું. જો કે આ વાયરલ થઇ રહેલી આ તસવીર પાછળનું સત્ય કઇક અલગ જ છે.પ્રિયા પ્રકાશે આશરે 1 મહિના પહેલા યેલો કલરની ડ્રેસની એક તસવીર પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જેને ફોટોશોપ કરીને ચેન્નાઇ સુપરકિગ્સની ડ્રેસ બનાવવામાં આવી હતી.
પ્રિયા પ્રકાશની જેમ તેની આ તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.