મેચ અન્યત્ર ખસેડાતા સીએસકે ટીમ નારાજ

ચેન્નાઈને બે વર્ષના બ્રેક બાદ મળેલા આઈપીએલના મેચ કાવેરી જળ વિવાદનું પૂર અન્ય શહેરમાં તાણી જતા ક્રિકેટ ચાહકો પણ નિરાશ
ચેન્નાઈ તા,14
બે વર્ષનાં બ્રેક બાદ ચેન્નાઈના ક્રિકેટચાહકો આઈપીએલના ચેન્નાઈ સુપરકિંગ્ઝ ટીમના હોમ મેચ જોવા નસીબદાર પુરવાર તો થયા પરંતુ કાવેરી જળ વિવાદનું પુર ચેન્નાઈ ટીમના છ હોમ મેચને અન્ય શહેર (પુણે)માં તાણી ગયું. જેના પરિણામે માત્ર ક્રિકેટચાહકો જ નહીં પરંતુ ચેન્નાઈ ટીમના ક્રિકેટરો પણ અપસેટ થયા છે. આઈપીએલ બે વર્ષના બ્રેક પછી પાછી ફરી રહેલ ચેન્નાઈ સુપર કિંગ્સ (ઈજઊં) ની ટીમે મેદાન પર પરતો ફરી પરંતુ આ વર્ષે તે પોતાના ઘર આંગણે એક જ મેચ રમી શક્યું છે. ચેન્નાઈના ખેલાડીઓએ પોતાનું દુ:ખ ટ્વિટર પર વ્યક્ત કરેલ છે.હરભજન સિંહે લખ્યું છે, ચેન્નાઈમાં કોઈ પણ ઈંઙક મેચ ન રમાવી, આ દિલને નારાજ કરે તેવા સમાચાર છે. ચેન્નાઈના ફેન્સે 2 વર્ષની રાહ જોઈ છે. આશા રાખીએ કે આ મામલે તાત્કાલિક કોઈ સમાધાન આવશે અને ચેન્નાઈમાં ટૂંક સમયમાં મેચો ફરીથી રમાશે.
બેટ્સમેન સુરેશ રૈનાએ કહ્યું કે, અમને આ સીઝનમાં અમારાં હોમ ગ્રાઉન્ડ પર ન રમવા મળવાથી અને ચેન્નાઈના દર્શકોને મનોરંજન ન કરી શકવાનો પણ ખોટ રહેશે. ચેન્નાઈના લોકો હંમેશા અમારા દિલમાં રહેશે.
ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને લખ્યું છે, પોતાની ટીમ ચેન્નાઈ અને ફેન્સ માટે ઘણો દુ:ખી છે અને આ સીઝનમાં અમે અહીં વધુ મેચ રમી શકીશું નહીં. પણ છેલ્લી મેચમાં અહીંની સ્થિતિ ગજબ છે. આશા રાખીએ તમિલનાડુની હાલની સ્થિતિમાં ટૂંક સમયમાં સુધાર આવશે.
રવિન્દ્ર જડેજાએ લાસ્ટ મેચમાં ફેંકવામાં આવેલ બૂટનો ફોટો પોસ્ટ કરી લખ્યું કે, અમને હજી પણ ચેન્નાઈના ફેન્સ માટે પ્રેમ છે.
દ.આફ્રિકાના કેપ્ટન અને ચેન્નાઈના ખેલાડી ફાફ ડુ પ્લેસિસે પણ ટ્વિટ કરી પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ પર લખ્યું છે, ચેન્નાઈ છોડતા દુ:ખી છું અને આ સીઝનમાં હવે અહીં આવવાનું થશે નહીં.
ચેન્નાઈ ટીમમાં જોડાયેલ આફ્રિકન સ્પિન બોલર ઈમરાન તાહિરે પણ લખ્યું છે, આ રીતે ચેન્નાઈ છોડવાથી ઘણો દુખી છું. જ્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારે ઘણો પ્રેમ મળ્યો હતો. આશા રાખીએ કે આવતાં વર્ષે જ્યારે અમે અહીં પરત આવીશું ત્યારે બધું નોર્મલ થઈ જશે.
ચેન્નાઈની આગામી તમામ મેચોને કાવેરી જળ વિવાદ મામલે ઘર્ષણ થવાના પગલે પૂણે ખસેડી દેવામાં આવેલ છે. જેના કારણે ખેલાડીઓ પણ ખાસ નારાજ છે.