જૂનાગઢ ખેડૂત સમાજે 9 મહિના પહેલા જ.વિ. બોર્ડનો ભાંડો ફોડયો હતો

એસીબીના ઇતિહાસની સૌથી મોટી ‘રેડ’ બાબતે નાયબ મુખ્યમંત્રી કહે: ભ્રષ્ટ અફસરોની મિલકતોની તપાસ થશે
ગાંધીનગર તા.14
જમીન વિકાસ બોર્ડમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે નવ મહિના પહેલા ફરિયાદ થઈ હતી અને છેક હવે નવ મહિના બાદ એસીબીએ સપાટો બોલાવી કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ ખેડૂત સમાજના એક પત્ર બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીના સપાટામાં ક્લાસ વન અધિકારી આવ્યા છે. જૂનાગઢ ખેડૂત સમાજ દ્વારા નવ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી નગર નિગમમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને રોકવા અને મેનેજિંગ ડાયરેક્ટરની બદલી
કરવાની માગ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે એસીબીએ નિગમના અધિકારીઓની વીતી રાત્રીથી પૂછપરછ કરી છે. જે બાદ આજે તેમને ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા એસીબીના હેડકવાર્ટર લઈ જવામાં આવ્યા હતાં.
જમીન વિકાસ નિગમમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે રાજ્યના મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે નિવેદન આપતા જણાવ્યુ કે, એસીબી આ મામલે ઉંડાણ પૂર્વક તપાસ કરશે. જે અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તેમની મિલકતો અંગે પણ તપાસ કરવામાં આવશે. અને જરૂર પડશે તો અન્ય અધિકારીઓ સામે પણ એક્શન લેવામાં આવશે. નીતિનભાઇ પટેલે આ પ્રકારનું નિવેદન સુરતના ઐતિહાસિક કિલ્લાના લોકાર્પણ વખતે આપ્યું હતું.