વિહિપના નેતાપદે તોગડિયા રહેશે કે જશે? આજે ફેંસલો

52 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણી
273 મતદાતા તોગડિયાના ભાવિનો ફેંસલો કરશે
નવી દિલ્હી તા.14
52 વર્ષમાં પહેલીવાર વિશ્ર્વ હિંદુ પરિષદમાં ચૂંટણીઓ યોજાઈ વિશ્ર્વ હિંદુ પરિષદમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. આજે ગુરુગ્રામ ખાતે યોજાનારી વીએચપીની ચૂંટણીમાં તેના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ભૂમિકા નક્કી થવાની છે. ગુરૂગ્રામ (ગૂડર્ગાંવ)માં આજે થનારા મતદાનમાં 273 મતદાનમાં ભાગ લેશે. મતદાન સવારે 11 વાગ્યે શરૂ થયું હતું.
વીએચપીના અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ તોગડિયાના સ્થાને આરએસએસની પસંદગીના વી. કોકજે વીએચપીના અધ્યક્ષ બને તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ગત ડિસેમ્બરમાં ભુવનેશ્વર ખાતે વીએચપીના સદસ્યોની એક બેઠક યોજાઈ હતી અને તેમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા અધુરી રહી હતી.
બે ઉમેદવારોમાં પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર તથા મધ્યપ્રદેશ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વિષ્ણુ સદાશિવ કોકજે યથાવત છે.વીએચપીની ચૂંટણીમાં તોગડિયા રેડ્ડીનું સમર્થન કરી રહ્યા છે. બપોરના 2:30 કલાક પછી પરિણામ જાહેર થશે.
વીએચપીના અધ્યક્ષ તરીકે રાઘવરેડ્ડી સતત ત્રીજી ટર્મ મેળવવા માટે ચૂંટણીમાં ઉતરી રહ્યા છે. વીએચપીમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષને પરિષદના સદસ્ય મતદાનની પ્રક્રિયા દ્વારા ચૂંટે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષની પસંદગી ચૂંટાયેલા વીએચપીના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. રાઘવ રેડ્ડીએ વીએચપી અધ્યક્ષ તરીકેની બે ટર્મમાં તોગડિયાને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે.