11ર3 છાત્રો ધો.1ર વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા આપશે

સેમેસ્ટર પધ્ધતિના વિદ્યાર્થીઓ માટે અંતિમ મોકો મોદી, સી.જી. ભરાડ, પાઠક સ્કૂલમાં 19 થી ર1 એપ્રિલ પરીક્ષા યોજાશે
રાજકોટ તા.13
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.1ર ના વિજ્ઞાન પ્રવાહમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓની ખાસ પરીક્ષા પુરક પરીક્ષાનું 19 એપ્રિલથી આયોજન કરાયું છે. ત્રણ દિવસ આ પરીક્ષા લેવાશે જેના માટે રાજકોટ જીલ્લામાં ત્રણ સ્કુલોમાં બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું છે. સેમેસ્ટર સિસ્ટમના વિદ્યાર્થીઓ માટે આ અંતિમ પુરક પરીક્ષા છે.
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા જીલ્લામાં તા.19, ર0, ર1 એપ્રિલમાં લેવામાં આવશે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગણિતમાં 166 ગુજરાતી માધ્યમ અને 4ર અંગ્રેજી માધ્યમના જીવ વિજ્ઞાનમાં 111-13, રસાયણવિજ્ઞાન 338-6પ, કમ્પ્યુટરમાં 8, સંસ્કૃતમાં ર1, ભૌતિક વિજ્ઞાનમાં 308-પ3, અંગ્રેજીમાં 7-41 આમ બન્ને માધ્યમના કુલ 11ર3 જેટલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટની મોદી, સી.જી.ભરાડ અને પાઠક સ્કુલમાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે. ત્રણ દિવસ સુધી પરીક્ષા લેવાશે.