બે બાળકોના બાપે માત્ર 3 જ મહિનામાં બનાવી ગજબની બોડી


લંડન, તા.13
34 વર્ષના સિંગલ પિતા માર્ક કેબેરીએ પોતાના બાળકો માટે અનોખું ઉદાહરણ પુરૂં પાડ્યું છે. માર્ક નાનો હતો ત્યારથી જ મેદસ્વિતાનો ભોગ બન્યો હતો. માર્કે જણાવ્યું હતું કે સ્થૂળતાને લીધે લોકો તેની મજાક ઉડાવતાં હતાં. જોકે, પોતાના રૂટિનમાં ફેરફાર કરીને માર્કે ત્રણ મહિનામાં જ સિક્સ પેક બનાવ્યાં હતાં. માર્ક એરક્રાફ્ટ એન્જિનિયર છે. પહેલા માર્કનું વજન એટલું હતું કે તે ડડક સાઈઝના કપડા પહેરતો હતો. જોકે, પોતાના પાર્ટનરથી છુટા પડ્યાં પછી તેણે પોતાની જિંદગીમાં બદલાવ લાવવાનું નક્કી કર્યું હતું.
માર્ક ઈચ્છતો નહોતો કે તેના બન્ને બાળકો પણ મેદસ્વિતાનો ભોગ બને. આથી તે પોતાના બન્ને બાળકો માટે એક ઉદાહરણ બનવા ઈચ્છતો હતો. માર્કે પોતાની લાઈફસ્ટાઈલ બદલી હતી. માર્ક તળેલા અને જંકફૂડના બદલે ભોજનમાં હેલ્ધી ડાયેટ જ લેવાનું વધારે પસંદ કરે છે.
પહેલા માર્કનું જીવન જંકફૂડ અને સેન્ડવિચ પર જ ચાલતું હતું. માર્કે જણાવ્યું હતું કે તે જ્યારે પણ રજા માટે બહાર ફરવા જતો હતો ત્યારે સ્વિમિંગ પુલ સિવાય તે શર્ટ ઉતારવામાં પણ શરમિંદગી અનુભવતો હતો. જોકે, હવે તેને પોતાના સિક્સ પેક પર ગર્વ છે.
માર્કે જણાવ્યું હતું કે, ‘હું જ્યારે પણ લોકોની વચ્ચે રહેતો ત્યારે મારૂ શર્ટ ઉતારવામાં શરમ અનુભવતો હતો.’ માર્કની તસવીરો જોઈને એવું જ લાગી રહ્યું છે કે તે પોતાના દસ વર્ષના દીકરા થોમસ અને પાંચ વર્ષના એલેક્ઝાન્ડર માટે પર્ફેક્ટ ડેડ બન્યો છે.