ગોંડલ રોડ ઓવરબ્રિજ લંબાવવા કેન્દ્ર હકારાત્મક

ટૂંક સમયમાં સર્વે માટે કેન્દ્રીય અધિકારીઓ રાજકોટ આવશે
રાજકોટ તા.13
રાજકોટ શહેરની ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થતો જાય છે. રાજકોટ શહેરએ સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર હોય આજુબાજુના વિસ્તારો માંથી લોકોની ખુબજ આવક જાવક રહે છે. શહેરના પ્રવેશ દ્વારા ગોંડલ ચોકડી પર ખુબજ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે તેજ રીતે અમદાવાદથી રાજકોટ નેશનલ હાઇવે પર ગ્રીન લેન્ડ ચોકડીથી પસાર થયેલા ફ્લાય ઓવર્બ્રીજ નીચે એક વિશેષ અંડર પાસ બનાવવા તેમજ ગોંડલ રોડ ચોકડી પાસે નેશનલ હઈવે ઉપર હૈયાત ઓવર બ્રિજ છે તે ગોંડલ રોડ ચોકડી એ પુરો થતો હોઈ જે બ્રિજ ગોંડલ ચોકડી ઉપરથી અંદાજે 350 મીટર દુર લંબાવવા ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે વિભાગના મનસુખભાઈ માંડવીયાને મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ તા.09/02/2018 ના રોજ પત્ર પાઠવેલ અને રૂબરૂ પણ રજૂઆત કરવામાં આવેલ છે. મેયર ડો.જૈમન ઉપાધ્યાયની ઉકત રજૂઆતના અનુસંધાને ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે વિભાગના અધિકારીને આગળની કાર્યવાહી અર્થે અંગત સચિવ રાજબીરર્સિંહએ મોકલેલ છે. જેની જાણ મેયરશ્રીને તા.06/04/2018ના પત્ર પાઠવી જાણ કરવામાં આવેલ છે.