વિકાસની ‘આંધળી’ દોટે વાતાવરણને ‘તબાહ’ કરી નાખ્યું!

એલર્ટ આપણે વૃક્ષો કાપ્યા, જળાશયો નષ્ટ કર્યા, હવે કુદરત તેનું રૌદ્ર સ્વરૂપ બતાવે તો બહુ અચંબાજનક નહીં હોય! હવામાન નિષ્ણાતો કહે છે, આવું જ રહ્યું તો બે વર્ષ પછી એ.સી. પણ પંખા જેવા જ લાગશે ગ્રીન કવર નામશેષ થતાં રાજકોટ ઉપર ‘ખતરો’ સમગ્ર રાજ્ય કાળઝાળ ગરમીની લપેટમાં, પાણીની કટોકટી 
આ બધુ માનવ જીવન પર આવી રહેલી ખતરાની નિશાની દર્શાવે છે રાજકોટ તા.13
શું ગરમી પડે છે... તોબા...તોબા... આવા શબ્દ દરેક ગુજરાતીના મુખમાંથી રોજ સરી પડે છે કારણ વિકાસની આંધળી દોટે જે પ્રમાણે વૃક્ષો કાપ્યા છે તેના લીધે વાતાવરણ તબાહ થઇ રહ્યું છે. એક ચેતવણી પણ આપી દેવામાં આવી છે. ખતરો મંડરાયેલો છે. વિકાસની ગાંડી દોટ એક દિવસ શહેરોને ખાખ કરી નાખશે, આપણે વૃક્ષો કાપ્યા, જળાશયો નષ્ટ કર્યા, ડુંગરો કોતરીને હરીયાળા વાતાવરણને બગાડી નાખ્યું છે ત્યારે કુદરતે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. રાજકોટ હોય કે અન્ય શહેરો હાલ તો ગરમીમાં કરોડો લોકો બફાઇ રહ્યા છે. હવામાન વિભાગના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે જો આવું જ રહ્યું તો બે વર્ષ પછી એ.સી. પણ પંખા જેવા જ લાગશે. માટે અત્યારથી જ કાલની રાહ જોયા વગર જેનું આપણે વિસર્જન કરી નાખ્યું છે એ વૃક્ષો વાવવાનું શરૂ કરી દો. કારણ કે વૃક્ષો નહીં હોય તો ભાવિ પેઢીનું ભાવિ જ નથી રહેવાનું. હવે કોઇપણ ભોગે કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ઘટાડવું જ પડશે. જો એવું નહીં થાય તો ગરમી સામે લડવા માટે આધુનિક યંત્રો પણ કામ નહીં આવે. રાજકોટમાં ગ્રીન કવર નામશેષ થઇ ગયું છે. જેટલા વૃક્ષોની જરૂર છે એ રાજકોટ પાસે નથી. હજુ વૃક્ષારોપણ કરવાને બદલે કોર્પોરેટ, ઇન્ડસ્ટ્રી, હાઇવે, એરપોર્ટના નામે ઘટવૃક્ષોનું નિકંદન થવા લાગ્યું છે.
ઉનાળાની શરૂઆતમાં જ મહાપાલીકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ યેલો એલર્ટ જાહેર કર્યુ હતું. તેનો મતલબ કે આપણા ઉપર ખતરો આવી શકે છે. ઓરેન્જ એલર્ટ સાવધાન કરે છે અને રેડ એલર્ટ ભયજનકનું સુચન કરે છે.
છતાય કોઇ વૃક્ષો ઉગાડવાની પહેલ કરતું નથી, જો આવું જ રહ્યું છે તો આવનારા દિવસોમાં રાજકોટ ઉપર વાતાવરણને ખતરો મંડાય છે અને રહેવું મુશ્કેલ બની જશે. નિષ્ણાતોના મતે ચિંતાજનક જરૂર કહી શકાય. હાલ તો સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીની લપેટમાં આવી ગયું છે. ગરમીની સાથે પાણીની કટોકટી માનવજીવન પર આવી રહેલા ખતરાની નિશાની દર્શાવે છે. વૃક્ષો નહીવત થતા નિષ્ણાંતો કહે છે કે વધતો કાર્બન ડાયોકસાઇડ પર્યાવરણ માટે ભયજનક છે ત્યારે વિકાસની વાતો કરતા પહેલા આપણા ઉપર કેટલો ખતરો છે તે જોવું જરૂરી છે. સરકારે પણ એલર્ટ થવું જરૂરી છે. વૃક્ષો વાવો જેવા કાર્યક્રમ કરવાની તાતી જરૂરીયાત છે. વૃક્ષો વાવવા માટે એક કડક કાયદો બનાવવો પણ જરૂરી છે. વૃક્ષો ઘટતાં શું અસર થાય?
આડેધડ વૃક્ષો કાપી નાખવામાં આવતા વાતાવરણમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. વૃક્ષો ઘટતા સૂર્યના કિરણો માનવ શરીર ઉપર ઘાતક નિવડી શકે છે. પ્રદુષણ વધવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઉભુ થશે, વરસાદ ઓછો પડશે જેનાથી ખેતીમાં નુકસાન થાય અને પીવાના પાણીના ફાંફા પડી શકે છે. તંત્ર જ જવાબદાર, વૃક્ષો ફરજિયાત વાવવાનો નિયમ માત્ર કાગળ ઊપર જ
જે પરીસ્થિતિનું હવામાનમાં નિર્માણ થઇ રહ્યું છે તેના માટે જવાબદાર મહાપાલીકા છે. કારણ કે ગ્રીન હાઉસ નીતિ તૈયાર કરી બાંધકામ પ્લાન સમયે બે વૃક્ષો ફરજીયાત વાવવાનો નિયમ છે પણ તંત્રએ આ નિયમ માત્ર ચોપડા ઉપર જ રાખ્યો છે. એલર્ટનો શું મતલબ થાય
એલર્ટ ખતરો
રેડ ભયજનક
ઓરેન્જ સાવધાન
યેલો ખતરો આવી શકે છે
ગ્રીન ચિંતાજનક નથી હવે લોકોએ જ જાગૃત થવું પડશે
સરકાર માત્ર ચોપડા ઉપર જ જાહેરાતો કરે છે ત્યારે આગામી દિવસોમાં વૃક્ષો વાવવા માટે લોકોએ જ જાગૃત થવું જરૂરી છે. એક વ્યકિત જો એક વૃક્ષ વાવશે તો આપણી જ ભાવિ પેઢી સુખમય રહે છે. ગરમીથી બચવા શું કરવું?
ગરમીથી બચવા માટે કુદરતે માનવીની સુખાકારી, સ્વાસ્થ્ય અને આનંદમય જીવન વિતાવવા માટે જે હરીયાળી પ્રકૃતિ આપી હતી તેવી બનાવી દો. બાકી દુનિયાના કોઇ વિજ્ઞાન કે કોઇ વ્યકિત પાસે આ ગરમીથી બચવાનો ઇલાજ નથી. વૃક્ષો વાવો એ એક જ ઉપાય છે.
તાપમાન વધવાથી શું નુકસાન થાય?
સરેરાશ તાપમાન 0.3 ટકા પણ વધારો થાય તો પાણી સુકાવા લાગે છે. જમીન ભઠ્ઠો બનવા લાગે છે અને જંગલોમાં આગ લાગવાના બનાવ 
બને છે. હાલમાં સરેરાશ તાપમાન કરતા 1.3 ટકા ડીગ્રી વધારે છે જે ચિંતાજનક કહી શકાય.
ગરમી પડવાનું કારણ શું?
સૂર્યનાં કિરણો જો સીધા માણસ ઉપર પડે તો બળીને ખાખ થઇ જાય છે. સૂર્યનાં જે ઘાતક કિરણો છે તેને હળવા બનાવવાનું કામ ઓઝોન સ્તર કરે છે પણ હાલ તો ઓઝોનમાં માનવીએ પ્રવૃતિએ ગાબડા પાડી દીધા છે. ઓઝોન સ્તર જેવો નબળો પડે એ સાથે સૂર્યના પારજાંબલી કિરણો તેને વીંધીને સીધા પૃથ્વી પર પડે છે તે કિરણો શરીર માટે હાનીકારક છે.