થઇ જાવ તૈયાર... 15મીથી ‘ઈ-ચલણ’

શહે2માં ટ્રાફિક વ્યવસ્થા પ2 912 કેમે2ાની બાજ નજ2, કોઇ નહીં બચી શકે
નિયમો તોડના2ને લાઈસન્સ રદ સુધીના દંડની જોગવાઈ
રાજકોટ તા,13
રાજકોટ સહિત રાજયનાં ચાર મહાનગરોમાં 15મીથી ‘ઈ-ચલણ’ શરુ થશે. રાજકોટમાં હવે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકોનાં ઘરે ઇ-મેમો જશે. સમગ્ર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પર 912 જેટલા કેમેરાથી ધ્યાન રખાશે. આથી હવે પોલીસની ‘તિસરી આંખી કોઇ પણ વાહન ચાલક બચી શકશે નહી. ઈમેમાનું ચુકવણુ વેબસાઈટ પર ઓનલાઈન, એસબીઆઈનઈ કોઇપણ શાળા કે પોલીસ કમિશ્નર કચેરીએ રૂબરૂ કરી શકાશે. સિગ્નલ તોડવા, રોંગ સાઈડમાં વાહન ચલાવવુ વગેરે નિયમો તોડવા પર તગડા દંડની જોગવાઈ છે.
શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને પોલીસે ફીટ કરેલા કેમેરામાં કેદ કરીને તેમના ઘરે મેમો મોકલવામાં આવતો હતો પરંતુ વિધાનસભાની ચૂંટણી ટાણે ઓચિંતા જ સરકારે આ ઈ-મેમો નહીં આપવા માટે હુકમ કર્યો હતો. જેના પગલે રાજકોટ. અમદાવાદ ગાંધીનગર સહિતના મહાનગરોમાં ઈ-મેમો આપવાનું બંધ કરાયું હતું. પરંતુ હવે તા.1પ એપ્રિલથી ફરી પોલીસની તીસરી આંખ કામે લાગશે અને ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના ઘરે ઈ-મેમો મોકલશે. હવે કેમેરા પણ વધી ગયા છે ત્યારે કોઈપણ ખુણે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહનચાલક પોલીસ છટકી શકશે નહીં.
શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને સ્થળ ઉપર પકડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો ઉપર લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવતો હતો. જો કે આ ઈ-મેમોથી બચવા માટે વાહનચાલકોએ નવા નવા નુસખાં પણ અપનાવ્યા હતા તો બીજી બાજુ ઘરે મેમો પહોંચી જતાં વાહનચાલકોની શાન ઠેકાણે આવી હતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું પણ શરૃ કરી દીધું હતું. ત્યારે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગૃહવિભાગે રાજકોટ સહિત તમામ શહેરોમાં ઈ-મેમો નહીં મોકલવા માટે હુકમ કર્યો હતો જેના પગલે ચાર મહિનાથી ઈ-મેમો મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સર્કલો ઉપર ઉભા રહીને સ્થળ દંડ વસુલવામાં આવતો હતો. ત્યારે હવે તા.1પ એપ્રિલ રવિવારથી ફરીથી આ ઈ-મેમો મોકલવાનું શરૃ કરવામાં આવનાર છે. શહેરમાં અલગ અલગ સ્થળોએ લાગેલા કુલ 912 જેટલા કેમેરા ઉપર ટ્રાફિકનું મોનીટરીંગ કરવામાં આવે છે અને જેના આધારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોની નંબર પ્લેટ ઓળખીને તેમના ઘરે મેમો મોકલવામાં આવશે. ચાર મહિના અગાઉ આ ઝુંબેશ બંધ કરવામાં આવી તે સમય બાદ કેમેરા પણ વધી ગયા છે જેથી હવે કોઈ માર્ગ એવો નથી જ્યાં કેમેરા લગાડાયા નથી. એટલે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર કોઈ વાહનચાલક પોલીસની આ તીસરી આંખથી બચી નહીં શકે તો આગામી સમયમાં પોલીસ દ્વારા વાહનોની સ્પીડ માપતા કેમેરા લાગશે. જેના થકી ઓવર સ્પીડવાળા વાહનોની ઓળખ કરીને મેમો મોકલવામાં આવશે. રૂા. 100 થી 2000 સુધીનો દંડ
રાજ્યમાં આગામી 15 એપ્રિલથી ફરી ઇ-મેમો શરૂ થશે. રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયમના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્વારા ડાયરેક્ટ ફોટો લઇને ઇ-મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવશે. આ માટે દરેક ચાર રસ્તા પર 5-5 કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને વિવિધ 13 નિયમોના ભંગ બદલ રૂપિયા 100થી માંડીને 2,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત ચોથી વખત ગુનો કરતાં લાઇસન્સ રદ કરવામાં આવશે.રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયમના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્વારા ડાયરેક્ટ ફોટો લઇને ઇ-મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવશે. હેલમેટની ચોખવટ નથી..!
કાલથી રાજયનાં ચાર મહાનગરોમાં ઈ-ચલણ શરુ થવા જઇ રહ્યું છે ત્યારે અમદાવાદ, વડોદરામાં હેલમેટ ન પહેરનારને પણ દંડ ફટકારાશે ત્યારે રાજકોટમાં પણ શું હેલમેટનો દંડ ફટકારાશે? એ અંગે પોલીસ દ્વારા કોઇ સ્પષ્ટતા થઇ નથી. જો નહી તો શા માટે? શું શહેરે-શહેરે નિયમ અલગ હોય છે? રાજકોટમાં પણ અકસ્માતો વધી રહ્યા છે ત્યારે હેલમેટનો કડક અમલ કરવામાં આવે તો માનવજીંદગી બચાવી શકશે.