વિનોદ ખન્નાને દાદા સાહેબ ફાળકે એવોર્ડ: શ્રીદેવી શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જાહેર

‘ન્યૂટન’ સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ : ગુજરાતી ફિલ્મ ‘ઢ’ ને શ્રેષ્ઠ એવોર્ડ
નવીદિલ્હી તા 13
આજે 65મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ ‘ન્યુટન’ તે સર્વશ્રેષ્ઠ ફિલ્મથી સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મના એકટર પંજક ત્રિપાઠીને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા તો દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ‘મોમ’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીથી નવાજવામાં આવ્યા હતા આ તકે દિવંગત અભિનેતા વિનો ખન્નાને મરણોપરાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમિતિ ચેરમેન અને જાણીતા ડાયરેકટર શેખર કપુરે આ પુરસ્કારોનું એલાન કર્યુ હતું. દરેક વિજેતાઓને 3મેના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાશે. ઉલ્લેખનીય છે કે 10 સભ્યોની પેનલમાં એકટ્રેસ ગૌતમી તાડીમાલા, ડાયરેકટર પી. શેષાદ્રી, અનિરુદ્ધ રોય ચૌધરી, રંજીત દાસ વગેરે સામેલ હતા.
આ પુરસ્કાર વિજેતાઓમાં એક ગુજરાતી ફિલ્મનો પણ સમાવેશ થાય છે રસપ્રદ બાબત એ છે કે તેનું ટાઈટલ ‘ઢ’ છે! કોને કયો એવોર્ડ
બેસ્ટ એકટર ઋષિ સેન (નગર કિર્તન), બેસ્ટ એકટ્રેસ સ્વ. શ્રીદેવી (મોમ), બેસ્ટ ફિલ્મ -વિલેજ રોક સ્ટાર્સ (અસમીયા ભાષા), દાદા સાહેબ ફાળકે-સ્વ. વિનોદ ખન્ના, એન્ટરટેઈનર ફિલ્મ ઓફ ધી યર બાહુબલી (ધી ક્ધકલુઝન), બેસ્ટ સપોર્ટીંગ એકટ્રેસ-દિવ્યા દત્તા (ઈરાદા), બેસ્ટ ડાયરેકટર-જયરાજ બેસ્ટ હિન્દી ફિલ્મ- ન્યુટન. બેસ્ટ તેલુગુ ફિલ્મ-ગાજી, બેસ્ટ તમિલ ફિલ્મ-ટુ લેટ, બેસ્ટ બંગાલી ફિલમ- મયુરક્ષ, બેસ્ટ કન્નડ ફિલમ-હેબ્બત રામાકકા, બેસ્ટ મલયાલમ ફિલ્મ-થોડી મુથલમ હકિશયમ, બેસ્ટ ઉડીયા ફિલ્મ- હેલો આર્સી, બેસ્ટ મરાઠી ફિલ્મ- કચ્ચા લીંબુ, બેસ્ટ ગુજરાતી ફિલ્મ-ઢ, બેસ્ટ અસમ ફિલ્મ- ઈશુ, બેસ્ટ એકશન ડાયરેકશન એવોર્ડ- અબ્બાસ અલી મોગુલ (બાહુબલી ધી ક્ધકલુઝમ), બેસ્ટ મ્યુઝિક ડાયરેકટર-એ.આર. રહેમાન (કાત્રુ વેલિયિદાઈ), બેસ્ટ લિરિકસ-જે.એમ. પ્રહલાદ, બેસ્ટ કોરિયોગ્રાફર ગણુેશ આચાર્ય (ગોરીડિ લય યાર’ ગીત માટે)