ભાવનગરની બેન્ક સાથે મુદ્રા લોનના નામે ઠગાઇ

2.70 લાખની લોન લઇ દસ્તાવેજ રજૂ કર્યા નહિં
ભાવનગર, તા. 13
ભાવનગરમાં વડાપ્રધાનના મુદ્રા યોજના હેઠળ એકમાંથી રૂા.2.70 લાખની લોન મેળવી બિલ રજુ નહિ કરી છેતરપીંડી કર્યાની લોન લેનાર અને કોર્પોરેશન આપનાર વેપારી વિરૂદ્ધ એક મેનેજરે ફરીયાદ
નોંધાવી છે.
મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં આનંદનગર ત્રણ માળીયામાં રહેતા અમિત નગીનભાઈ બારડે વડાપ્રધાન મુદ્રા યોજના હેઠળ શહેરનાં ક્રેસન્ટ પાસે આવેલ એસબીઆઈમાં સોડાનું મશીન લેવા રૂા.2.30000 ની લોન લેવા અરજી કરી હતી.
અને આ સાથે સિદ્ધિ વિનાયક સર્વિસના જલદિપભાઈ સોની પાસેથી મેળવેલ કવોટેશન રજુ કર્યુ હતુ આથી બેંકે રૂા.2.30 ની લોન મંજુર કરી હતી. દરમ્યાન લોન ખાતામાંથી ઉપાડી લીધા બાદ બિલ બેંકમાં જેમા નહિ કરાવતા એસબીઆઈના બ્રાન્ચ મેનેજર આત્મારામ વસાવાએ લોન લેનાર અમિત બારડ તથા કવોટેશન આપનાર જલદીપભાઈ સોની વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.