મજબૂત એ છે કે જે ખુશીમાં ઈશ્ર્વરને ધન્યવાદ આપે, દુ:ખમાં પોતાને સંભાળી લે: ઐશ્ર્વર્યા

ઐશ્ર્વર્યાનું માત્ર તન જ નહિં મન પણ સુંદર, જિંદગીને લઇને અભિનેત્રીના આગવા વિચારો મુંબઈ તા.13
ઐશ્ર્વર્યા રાય બચ્ચન પોતાની બુદ્ધિક્ષમતા અને નેકદિલીથી હંમેશાં જતાવતી રહે છે કે તે માત્ર સુંદર નથી, તેનું દિલ પણ સુંદર છે. 42મા વર્ષે પણ તેનો ક્રેઝ દર્શકોમાં જળવાયેલો છે. તે પોતાના કામને લઇ હજુ પણ એટલી જ કોન્શિયસ છે અને ઘણું બધું શીખવા ઇચ્છે છે. એશનું માનવું છે કે જેમ જેમ કલાકારોની ઉંમર વધતી જાય છે તેમ તેમ ડિરેક્ટર્સ માટે તેમની જરૂરિયાત પણ વધતી જાય છે. દરેક કલાકાર પોતાની ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરે છે પણ જ્યારે ફિલ્મ આશા પર ખરી ઊતરતી નથી ત્યારે કેવો અનુભવ થાય છે તે અંગે વાત કરતાઐશ્ર્વર્યા કહે છે કે તમારી મહેનતને લોકો જો પસંદ ન કરે, તમારી પ્રોડક્ટને સારો રિસ્પોન્સ ન મળે તો સ્વાભાવિક રીતે સારું લાગતું નથી, પરંતુ બોલિવૂડમાં આ બધું ચાલતું રહે છે.
કોઇ એક ફિલ્મની નિષ્ફળતાથી કલાકારની કરિયર રોકાતી નથી. ભૂલમાંથી શીખ મેળવીને આગળ વધુ મહેનત કરવી પડે છે. આમ પણ અમે એન્ટરટેઇનર છીએ અને અમારા કામનો નિર્ણય દર્શકોના હાથમાં હોય છે. આજકાલ ઘણા પ્રકારની ફિલ્મો બની રહી છે.ઐશ્ર્વર્યા પણ આવી ફિલ્મો જોવાનું પસંદ કરે છે. જ્યારે અમે કોઇ ફિલ્મ જોઇએ ત્યારે એક્ટિંગ-કહાની પર ધ્યાન જાય છે. જ્યાં સુધી વાત અલગ પ્રકારની ફિલ્મો બનાવવાની છે તો આવું હંમેશાં થતું આવ્યું છે, પરંતુ આજકાલ બિઝનેસની સુરક્ષા વધુ છે.
તેથી ફિલ્મો બનાવવી પણ સુરક્ષિત બની છે. જિંદગી અંગે વાત કરતાં ઐશ્ર્વર્યા કહે છે કે લાઇફમાં દરેક પ્રકારના સમયમાંથી પસાર થવું પડે છે, પરંતુ મજબૂત વ્યક્તિ એ છે, જે ખુશીમાં ઇશ્ર્વરને ધન્યવાદ આપે અને દુ:ખમાં પોતાની જાતને સંભાળી લે. દરેક પળ ખુશીથી જીવવી જોઇએ. જિંદગીને લઇ પોઝિટિવ હોવું પણ ખૂબ જ જરૂરી છે.