‘નાગિન’ ની ત્રીજી સીઝનનો લૂક જાહેર નવી ‘નાગિન’ બની છે કરીશ્મા તન્ના

ફેન્સે જૂની ‘નાગીન’
મૌની રાયને પરત લાવવા એકતા કપૂરને આજીજી
કરી: મૌની હાલ બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે મુંબઈ તા.13
નાગિન સિરીયલની પ્રથમ બે સીરીઝની સફળતા પછી હવે એકતા કપૂર નાગિન 3 લઈને આવી રહી છે. તાજેતરમાં મોસ્ટ અવેટેડ ટીવી સિરીયલ નાગિનની ત્રીજી સીઝનનો ઓફિશિયલ લૂક જારી થયો હતો. એકતા કપૂર ઇન્સ્ટાગ્રામ પર હિટ ટીવી શો નાગિનની નવી સીઝન નાગિન 3માં લીડ એક્ટ્રેસ એટલે કે, નવી નાગિનનો લૂક શેર કર્યો હતો. આ વખતે નાગિન 3 ની નાગિન બની છે બિગબોસ ફેમ ક્ધટેસ્ટંટ કરિશ્મા તન્ના. કરિશ્મા તન્ના સિવાય સીરીયલમાં અનિતા હસનંદાની પણ નાગિનના રોલમાં નજર આવશે.
હવે એકતા કપૂરે અનિતા હસનંદાનીનો નાગિન લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અનિતા આ સિરીયલની બીજી નાગિન હશે.
એકતાની આ પોસ્ટ પર ફેંસે મૌની રોયને નવી સીઝનમાં પરત લાવવા માટે આજીજી કરી છે. આ પોસ્ટ પર ફેંસે કમેન્ટમાં એવું પણ કહી દીધું કે, તેઓ હવે આ શોને જોશે નહિ. ઘણા લાંબા સમયથી આ વાતને લઈને સસ્પેન્સ હતો કે, કઈ અભિનેત્રી નાગિન 3 સીઝનમાં નજર આવશે. આ વાતનો ખુલાસો થયા પહેલાથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, આ શોમાં કબૂલ હૈ ની એક્ટ્રેસ સુરભી જ્યોતિ નવી નાગિનના રોલમાં નજર આવી શકે છે પરંતુ અંતે આ રોલ કરિશ્મા તન્નાને ઓફર કરવામાં આવ્યો છે અને તેણે આ રોલ માટે હામી ભરી દીધી છે.
નાગિન જેવી શાનદાર સીરીયલથી લોકોનું દિલ જીતનાર મૌની હવે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. મૌની રોય અને અક્ષય કુમાર બહુ જલ્દી ફિલ્મ ગોલ્ડ માં સાથે કામ કરતા નજર આવશે. અનિતા હસનંદાની અત્યારે ટીવી સિરીયલ યે હે મોહબ્બતે માં નજર આવી રહી છે.