સુનીલ શેટ્ટી પુત્રી અથિયા સાથે વીડિયો ફિલ્મમાં જોવા મળશે

ગર્લ ચાઇલ્ડ
એજ્યુકેશન અંતર્ગત બનતી વીડિયો ફિલ્મ ઓનલાઇન
રિલીઝ થશે
મુંબઇ,તા.13
બે ફિલ્મોમાં કામ કરનારી એથિયા શેટ્ટી હવે તેના પપ્પા સુનીલ શેટ્ટી સાથે ગર્લ ચાઇલ્ડ એજયુકેશન માટે તૈયાર થતા વીડિયોમાં કામ કરી રહી છે. આ વિડિયો 28 એપ્રિલે ઓનલાઇન મૂકવામાં આવશે. સેવ ધ ચિલ્ડ્રન્સના ભાગરૂપે આ વિડિયો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એમાં છોકરીઓના એજ્યુકેશનની વાત કરવામાં આવશે. આ ડેડી અને દિકરીને સાથે કામ કરવાની ઇચ્છા હતી એ પૂરી થવાની છે.