શત્રુની ‘સંસ્કારી’ પુત્રી સોનાક્ષી એ હોટ ફોટો શેર કરતા ટ્રોલ થઈ


મુંબઈ તા.13
બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ઇન્સ્ટાગ્રામ પર અવાર-નવાર ફોટો અને વિડીયો શેર કરતી હોય છે. હાલમાં જ તેણે પોતાની એક તસવીર શેર કરી હતી જેને કારણે યુઝર્સે તેને ખરાબ રીતે ટ્રોલ કરી હતી.
સોનાક્ષીએ મંગળવારે જે ફોટો શેર કર્યો તેમાં તે રેડ ગાઉનમાં જોવા મળી હતી. આ તસવીરને શેર કરતા તેણે જણાવ્યું કે આ ફોટો જુલાઇનો છે. આ ફોટોમાં સોનાક્ષી સુંદર લાગી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સને તેની આ તસવીર પસંદ નહોતી આવી.
કેટલાક લોકોએ આ તસવીરને ચીપ ગણાવી તો કેટલાકે કહ્યું કે, તમારા સંસ્કાર ક્યાં ગયા?