પ્રારબ્ધ અને પુરુષાર્થનું જીવંત ઉદાહરણ: ગૌતમ અદાણી

ગુજરાત હંમેશા વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રે આગળ રહ્યું છે અને ગુજરાતી ઉદ્યોગપતિઓએ જુદાજુદા ઉદ્યોગોમાં પ્રગતિ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ રોશન કર્યું છે અનેક મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના કરી દેશના આર્થિક ક્ષેત્રને પણ મજબૂત બનાવ્યું છે.આવા જ એક સફળ ઉદ્યોગપતિ ગણી શકાય તે છે અદાણી ગ્રુપના સ્થાપક ચેરમેન ગૌતમ અદાણી. આ ગ્રુપ ઈન્ટીગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોલ ટ્રેડિંગ, કોલ માઈનિંગ, ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન, પોર્ટ્સ, પાવર જનરેશન, એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. મુંદ્રા પોર્ટને આધુનિક બનાવવાનો શ્રેય પણ એમને જાય છે.
24 જૂન, 1962માં અમદાવાદમાં જન્મેલા ગૌતમ અદાણીગુજરાત યુનીવર્સીટીમાંથી ઇ.ભજ્ઞળના બીજા વર્ષમાં પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અભ્યાસ છોડયો પરંતુ બાળપણથી જ ખુબ મોટા સપના જોતા હતા, અને નવું સાહસ ખેડવાના તેઓ શોખીન હતા. અને એટલે જ રૂપિયા કમાવા અને ઘરની આર્થિક સ્થિતિ સારી થાય તે માટે તેઓ મુંબઈ પહોંચી ગયા.તેઓ માત્ર 18 વર્ષની ઉંમરે કામની શરૂઆત હીરાના કારીગર તરીકે કરી.ત્યાં તેઓએ 2 વર્ષ સુધી મેહન્દ્ર બંધુઓને ત્યાં હીરાના રત્નાકાર તરીકે કામ કર્યું. 2 વર્ષ બાદ તેમણે ગમે તેમ મૂડી કરીને પોતાની ડાઈમન્ડ બ્રોકરેજ આઉટફીટ ઉભી કરી. જેમાં તેઓ એક વર્ષની અંદર જ એકાદ-બે લાખનું ટર્નઓવર કર્યુ.તેમણે ડાયમંડસોર્ટર અને ત્યારબાદ ડાયમંડ બ્રોકર તરીકે પણ કામ કર્યું છે. તે પછી પ્લાસ્ટિક અને પોલિવિનિલ ક્લોરાઈડ જેવી પ્રોડક્ટમાં પણ હાથ અજમાવ્યો છે. પરંતુ ત્યારબાદ ગૌતમ અદાણીએ જે કર્યુ તેનો ઈતિહાસ સાક્ષી છે. તેમણે અદાણી ગ્રુપની સ્થાપના કરી જે અત્યારે એનર્જી લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઑઈલ તથા ગેસ શારકામના વ્યવસાયમાં તેઓ અગ્રેસર છે. તેમને શરૂઆતથી જ મહેનત અને લગનથી કામ કર્યું છે અને બધાથી કૈક અલગ અને સફળતા મેળવવા તેઓ બધું જ કરી છૂટે છે
એક સમયે તેઓ બધું છોડીને અમદાવાદ આવી ગયા. ત્યાં તેમને તેમની પ્લાસ્ટિકની ફેક્ટરી સંભાળવાનું કહ્યું. જ્યાં તેમણે પેહલેથી જ આક્રમક નીતી અપનાવી. તેમણે સાહસ તરીકે, વધુ પ્રમાણમાં ક્લોરાઈડની આયાત કરી. જે તેમનો સૌથી પ્રથમ ગ્લોબલ ટ્રેડ હતો. ક્લોરાઈડનો ઉપયોગ પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ બનાવામાં થતો.
સરકારની આર્થિક ઉદારીકરણની નીતિ પછી, આયાત ડ્યૂટી અને વિવિધ માલસામાનની કિંમતોમાં આવેલા ઘટાડાથી અદાણીની એક્ષપોર્ટ કંપનીના નફામાં જોરદાર ઉછાળો થયો. ત્યારે લોકો તેનાથી માહિતગાર થયા. અદાણી એક્સપોર્ટની કંપનીના એક કર્મચારીના કારણે કંપનીને ઘણું મોટુ નુકશાન વેઠવું પડ્યું આજ રીતે કર્મચારીએ રાજીનામું આપી અને નોકરી છોડવા તૈયારી બતાવી પરંતુ જ્યારે ગૌતમ અદાણીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે તે કર્મચારીને નોકરી ન છોડવા સમજાવ્યા અને તેણે કહ્યું હતું કે ધંધામાં ભૂલ તો થાય મેં પણ ભોગવ્યો છે પરંતુ ફરી વારભૂલ ન થાય એ ખ્યાલ રાખવાનો છે.
ફોર્બ્સની યાદીમાં દુનિયાના શ્રીમંત ઉદ્યોગપતિઓમાં તેમનું નામ છે તેમ જ ભારતના ટોપના શ્રીમંત ઉદ્યોગપતિઓમાં પણ તેમનું નામ આગળ
લેવાય છે. ફોર્બ્સ અને દેશના શ્રીમંતોની યાદીમાં આગવું નામ ભાવિ યોજનાઓ
તાજેતરમાં અદાણી જૂથના ઓસ્ટ્રેલિયા સ્થિત કારમાઈકલ કોલ માઈન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરશે અને માર્ચ, 2020માં તે પ્રથમ ક્ધસાઈન્મેન્ટ રવાના કરશે. અદાણી જૂથે કારમાઈકલ માઈન પ્રોજેક્ટની પ્રારંભિક કામગીરી તથા એબોટ પોર્ટ પોઈન્ટમાં પણ રોકાણ કર્યું છે આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી અને માર્ચ,2020 સુધીમા સૌપ્રથમ કોલસાનું ઉત્ખનન કરવામાં આવશે. આ લાંબા ગાળાના પ્રોજેક્ટમાં છેવટે અદાણી તેની પ્રતિબદ્ધતા મુજબ આગળ વધશે. કંપનીએ તેના વર્તમાન ઉત્ખનન કેમ્પની જગ્યામાં સુધારો કરવા માટે પ્રથમ પ્રાદેશિક કોન્ટ્રાક્ટરને નીમી કોન્ટ્રાક્ટરો સાથે મળીને કામ શરૂ કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટથી રાજ્યની તિજોરીને આવક થશે ઉપરાંત માઈન, રેલવે, પોર્ટ પ્રોજેક્ટથી કંપની ઓસ્ટ્રેલિયામાં પણ પ્રત્યક્ષ અને પરોક્ષ આ રોજગારીની તકોનું સર્જન થશે. રૂચિ હોય તે પ્રવૃત્તિને પ્રોફેશનમાં પલટાવવાથી શ્રેષ્ઠ કારકિર્દી
બનાવી શકાય છે સક્સેસ મંત્ર
જે કંઈ કરો એ પૂર્ણતાથી કરો એકાગ્રતાથી કરો અને જે પ્રવૃત્તિમાંરુચિ હોય તે કરો. જીવનમાં આગળ વધવા માટે જરૂરી નથી કે, તમે એક શાનદાર સંસ્થાઓ ( જેવી કે , ઈંઈંખ) માં જ તમે ભણેલા હોવા જોઈએ. પોતાના શોખ એટલે કે જેમાં સૌથી વધુ તમે રૂચી ધરાવતા હોવ, એવી પ્રવૃત્તિને જો તમે તમારા પ્રોફેશનમાં સમાવી લો તો પણ તમે તમારી શ્રેષ્ઠ કારકિર્દી ઘડી શકો છો. ધંધામાં તમારી સાથે કામ કરતા દરેક વ્યક્તિને માન-સન્માન અને આદર આપો.. અનુભવ જ સૌથી મહત્વનો શિક્ષક છે.