આરોગ્ય વર્ધક તરબૂચના ખડકલા

ઉનાળાના આરંભ સાથે જ બજારો કયારનીય તરબૂચથી ઉભરાવા માંડી છે. 90 ટકા પાણીનો ભાગ ધરાવતા તરબૂચને સામાનય રીતે ‘ઠંડક આપણું ફળ’ માનવામાં આવે છે પણ એની ઉપયોગીતા એટલી સીમિત નથી. વિટામિન્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર, ન્યૂનત્તમ કેલેરીવાળાં તરબૂચ મેદસ્વિતા ઘટાડવામાં પણ કામનાં છે, અને ડાયાબિટીસ-હાર્ટડીસીઝ ઘટાડવામાં પણ. રાજકોટના માર્ગો પર ઠેરઠેર તરબૂચના આવા ખડકલા જોવા મળે છે, અને ભાવ પણ પરવડે એવા હોય છે. અલબત, રંગ-મીઠાશ માટે અકુદરતી પ્રક્રિયા આદરીને અનેક વેપારી જનઆરોગ્ય સાથે ચેડાં કરે છે.(તસ્વીર: પ્રવીણ સેદાણી)