ભૂલકાઓને પદવી : કિડ્સ ગ્રેજ્યુએશન ડે ઉજવાયો, જેતપુરની ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલનો નવતર પ્રયોગ

યુનિવર્સીટીઓની ફેકલ્ટીઓમાં ગ્રેજ્યુએટ થતા વયસ્થ વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારોહમાં ગ્રેજ્યુએટની ડિગ્રીઓ રાજ્યપાલના નામે સમારોહમાં એનાયત કરવામાં આવે જયારે સૌરાષ્ટ્રની ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ જેતપુરમાં ઉપસ્ક્ષિત પેરેન્સ અને પ્રિન્સીપાલની હાજરીમાં ક્ધિડરગાર્ટન એટલે કે ઊંૠમાં અભ્યાસ કરતાં ચારથી પાંચ વર્ષના ભૂલકાઓને ગ્રેજ્યુએસન ડે સેલિબ્રેશનમાં પદવી દાન આપવામાં આવી.  આ સમારોહમાં વયસ્થ વિદ્યાર્થીઓને સેલિબ્રેશન જેવો માહોલ ડીઆઇએસના કેમ્પસમાં ટીની ટોટસને ગાઉન અને કેપમાં સજ્જ થયેલા ભૂલકાઓને હાયર કેજીની ડિગ્રીઓને એનાયત કરવામાં આવી. આ પ્રસંગે ભારતીય સેનના નિવૃત મેજર સુમેરસિંહ બુગલીયાએ આ બાળકોને પદવી એનાયત કરતા જણાવેલ કે વીસ વર્ષ પછી ભારતનું ભવિષ્ય જેના હાથમાં છે, તેવા ભાવિ નાગરિકોએ ડિસીપ્લીનના અને વતનપરસ્થના પાઠની સાથે પર્સનલ ડેવેલોમેન્ટનું ધડતર કરવું પડશે. આ નવતર પ્રયોગ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આયોજન કરવાનો શ્રેય ડીઆઇએસ કેમ્પસના પ્રિ.પ્રાઈમારી પ્રિન્સીપાલ કુમારી અનિતાબેને અને તેમની ટીમને આપી સીઇઓ હિતેશ પટેલે અભિનંદન પાઠવ્યા. સંસ્થાના ટીની ટોટસ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પેરેન્સ વિદ્યાર્થીઓ સાથે કુમારી ખિયાના ભુવાના હસ્તે અધતન અમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્લુમાં આવેલ તે બદલ સંસ્થાના એમ.ડી. દિનેશભાઈ ભુવાએ ડીઆઇએસનો ફન વીથ લર્ન ક્ધસેપ્ટને ઉજાગર કરેલ હતો.