ટીપ્સ ફ્રોમ મોમ

પાકી કેરી ફકત સ્વાદમાં જ મીઠી લાગે છે એવું નથી સ્વાદ જેવા જ એના ગુણો પણ મધ જરતા મીઠા છે. ઘણી વખત ડાયાબીટીઝ કોલેસ્ટ્રોલ કે પછી પિત થતું હોય તે વ્યકિત મનમારીને પણ કેરી ખાવાનું છોડી દે છે. જે જરાપણ યોગ્ય નથી પાકી કેરી અનેક ગુણો ધરાવે છે તે જોઇએ.
કેરીમાં વિટામીન સી રહેલું છે જે હાડકા અને સાંધા માટે ફાયદાકારક છે.
કેરી ફાયબરથી ભરપૂર છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
કેરીમાં ફાયબર ઉપરાંત એન્ટીઓકસીડેન્ટ પણ છે જે બ્લડ સ્યુગરને બેલેન્સ કરે છે તેથી ડાયાબીટીક વ્યકિતએ કેરી ન ખવાય એ માન્યતા તદન ખોટી છે.
કેરી ખાવાથી ફેટ વધે છે એવી માન્યતા છે તેથી ઘણા લોકો કેરી ભાવતી હોવા છતા ખાવાનું બંધ કરે છે તે પણ ભૂલભરેલું છે તે જલ્દીથી પચી જાય છે અને ફેટ ઉત્પન્ન કરતી નથી.
ઘણા લોકો કેરી ખાવાથી ગરમી વધે છે એવું માને છે પરંતુ એ પણ બિલકુલ યોગ્ય નથી જો એવું લાગે તો ઠંડા પાણીમાં કેરીને થોડીવાર બોળી રાખી ઉપયોગમાં લેવી.
પાકી કેરી ત્વચા માટે પણ ફાયદાકારક છે.
વાયુના રોગોમાં પણ કેરી ઉપયોગી છે તેમજ હૃદયની તકલીફમાં પણ કેરીનું સેવન ફાયદાકારક છે.
કેરીના ઉપયોગથી પિત થતું નથી તેમજ ઘી સાથે કેરી ખાવાથી વાયુ અને પિત વિકારોનું શમન થાય છે.
કેરી આંતરડાના રોગો, પાચનતંત્રના રોગ તેમજ ફેફસાને લગતા રોગોમાં પણ ગુણકારી છે. જરૂર છે તેનો સમજપૂર્વકનો ઉપયોગ કરવાની.
આમ પાકી કેરીના ઉપયોગથી ઉનાળામાં પણ શરીરને નીરોગી રાખી શકાય છે. ઘણી વખત કેરી સાથે સુંઠ, મીઠુ, ઘી, મરી વગેરે ઉમેરવાથી તેના ગુણોમાં વધારો થાય છે.