સુવર્ણપદક સુધી પહોંચવાની સંઘર્ષભરી કહાની

ભારત જેવા દેશમાં જ્યાં ક્રિકેટરો ભગવાનની જેમ પૂજાય છે અને 100 કરોડની ક્લબમાં પણ સામેલ થઇ જતા હોય છે અને દેશને બદલે ફ્રેન્ચાઇઝી ટીમ માટે રમવાના પણ ક્રિકેટરોને 10 -10 કરોડ રૂપિયા મળે છે અને જે દેશમાં ક્રિકેટના મીડિયા રાઇટ્સ પણ 6000 કરોડમાં વેંચાતા હોય છે તે જ દેશમાં ગરીબ પરિવારમાં ઉછરેલી અને પરિવારના સંઘર્ષ અને ભારે નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ જયારે આ ભારતીય મહિલાઓ કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ રોશન કરે છે ત્યારે દેશના
સાચા રમત ગમત પ્રેમીઓ આ
તમામ મેડાલીસ્ટ મહિલાઓની જબરજસ્ત કહાનીઓને ગર્વથી બિરદાવે છે. હાલ ગોલ્ડ કોસ્ટ ખાતે રમાઈ રહેલા કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર આ તમામ મહિલા ચેમ્પિયનની કહાની પણ હેરત પમાડી દે તેવી છે. જ્યારે ચમકતો ગોલ્ડ મેડલ ગળામાં આવ્યો અને રાષ્ટ્ર ગીતની ધૂન સંભળાઈ ત્યારે આંખના અશ્રુમાં બધી જ પરેશાની ધોવાઈ ગઈ સફળતા માટે નસીબને દોષ આપતા લોકો માટે આ દરેક યુવતીએ મોટો પાઠ શીખવ્યો છે આ જીત ફક્ત ખેલાડીઓનીજ નહીં પણ સમગ્ર પરિવારના પ્રયત્નોની જીત છે પૂનમ યાદવ (વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ )
વેઇટ લિફ્ટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર પૂનમ યાદવ પર આજે દેશ નાઝ અનુભવે છે પણ ભાગ્યેજ રમતપ્રેમી લોકોને ખ્યાલ હશે કે પૂનમ યાદવના પાપા પાસે એક સમયે ઘર ચલાવાના પણ પૈસા ન હતા અને એવી ગરીબીની વચ્ચે પિતાએ અને તેની બે મોટી બેહેનોએ પૂનમ યાદવને વેઇટ લિફ્ટિંગ માટે તૈયાર કરીને કોમનવેલ્થ ગેઈમ્સના ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી છે.
પૂનમ યાદવની કહાની ખરા અર્થમાં રૂવાડા ખડા કરી દે તેવી છે.બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે પૂનમ યાદવની બંને બેહેનો પણ વેઇટ લિફ્ટર હતી અને એક સમયે ત્રણેય બેહેનો આ સ્પર્ધામાં સાથે જ પ્રેક્ટિસ કરતી હતી પણ ઘરની નબળી પરિસ્થિતિ વચ્ચે ત્રણેય બહેનોને આ રમતમાં કેરિયર બનાવી શક્ય ન હતી ત્યારે બંને બેહેનોએ પોતાના અરમાન પુરા કરી નાંખીને અને પૂનમ યાદવની થાળીમાં પોતાની ખુશી આપી દીધી હતી.
વેઇટ લિફ્ટિંગ જેવી રમતમાં યોગ્ય ડાયેટ બહુ જ જરૂરી હોઈ છે પરંતુ પરિવાર એવી સ્થિતિમાં ન હતો કે વધારોનો કોઈ ખર્ચ ઉઠાવી શકે.આવી પરિસ્થિતિમાં પૂનમની મોટી બહેન શશી પોતાનું ડાયેટ પૂનમને આપી દેતી હતી સવારે નાસ્તામાં મળેલી દાળ અને રોટી પણ શશી પોતાની બહેન પૂનમને ખવડાવી દેતી હતી એટલું જ નહિ એક ગ્લાસ દૂધ જે મળતું હતું તે પણ પૂનમ યાદવ માટે સંતાડીને તેને આપી દેવામાં આવતું હતું. શશી અને પુનમથી એક વધુ નાની બહેન પૂજા પણ પૂનમ માટે આ રમતથી દૂર થઇ ગઈ અને સવારથી જ પાંદડા વીણવા જતી હતી અને પાછી આવે અને ઘરનો ચૂલો સળગતો હતો આજે પૂનમ પાસે સારો ટ્રેક સૂટ હશે પણ એ સમયમાં શશીએ પોતાનો ટ્રેક સૂટ પણ પૂનમને આપી દીધો હતો.
પરંતુ એ સંઘર્ષની સાથે સાથે જ પૂનમે ગ્લાસગો ખાતે બ્રોન્ઝ અને એશિયાડ માં સિલ્વર મેડલ જીતીને પોતાની મેહનત અને બહેનોના ત્યાગને સાર્થક કરીને બતાવી આપ્યો આજે પણ પરિવાર એ સમય ભુલ્યો નથી જયારે પૂનમ યાદવે ગ્લાસગો ખાતે જીત મેળવી ત્યારે પરિવાર પાસે મીઠાઈ વેંચવાના પૈસા ન હતા. સંજીતા ચાનુ (વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ )
મીરાંબાઈ ચાનુએ 48 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ બે જ દિવસમાં મણિપુર ઈમ્ફાલની સંજીતા ચાનુંએ 53 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે કોમનવેલ્થ ગેઇમ્સમાં આ તેનો બીજો ગોલ્ડ મેડલ હતો કારણકે તે 2014માં પણ ગોલ્ડ મેડલ જીતી લાવી હતી પરંતુ જયારે અહીં બીજી વખત ગોલ્ડ મેડલ જીતી લાવી ત્યારે તેનું પહેલું રિએક્શન હતું કે મને આજે પણ એ વાતની ખબર નથી અને એ વાત સમજાતી નથી કે મને અર્જુન એવોર્ડ શા માટે નથી આપવામાં આવ્યો ?
સંજીતા ચાનુની વાતમાં ક્યાંક સચ્ચાઈ અને ક્યાંક દર્દ પણ છે પણ એ સચ્ચાઈ અને દર્દની વચ્ચે સંજીતા ચાનુની મહેનત અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાની ભાવનાની કદર હવે દેશ કરે તેવું રમત પ્રેમી ઈચ્છી રહ્યા છે. મીરાંબાઈ ચાનુ (વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ) 48 કિલોગ્રામ કેટેગરીમાં જયારે ગોલ્ડ મેડલ માટે મણિપુર જેવા નાના સ્ટેટની વેઇટ લિફ્ટર મીરાંબાઈ ચાનુનું નામ એનાઉન્સ થયું ત્યારે કોમનવેલ્થ ગેઇમ્સનો પેહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો તેની દેશને ખુશી હતી પણ મીરાંબાઈ ચાનુમા તેના કોચને એક મેડાલિસ્ટના દર્શન ક્યારે થયા હશે તેની ખબર નથી પણ તેના ભાઈને મીરાંબાઈ ચાનું 12 વર્ષની હતી ત્યારે જ એક ભાવિ ચેમ્પિયનના દર્શન થઇ ગયા હતા.
મણિપુરની રાજધાની ઈમ્ફાલથી 20 કિલોમીટર દૂર આવેલા નોગપોક કાકચિંગ ગામના ગરીબ પરિવારમાં જન્મેલી મીરાંબાઈ ચાનુ છ ભાઈ બેહેનમાં સૌથી નાની છે અને નાનપણથી જ મીરાંબાઈ ચાનુ પોતાના ભાઈ સેખોંમ મીતેઈ સાથે પહાડોમાં લાકડા વીણવા જતી હતી અને ઘરનું ગુજરાન ચાલતું હતું સેખોંમ મીતેઈ કહે છે કે એક દિવસ લાકડીનો ભારો હું ઊંચકી ન શક્યો પણ મારી બેન મીરાંબાઈ ચાનું આસાનીથી ઊંચકીને લઇ જતા મને પણ આશ્ચર્ય થયું કારણ કે તે લાકડાનો ભારો બે કિલોમીટર દૂર ઉઠાવીને ઘર સુધી લાવી ત્યારે તેની ઉમર માત્ર 12 વર્ષની હતી એ સમયમાં તેનામાં કૈક કરી છૂટવાનું જૂનુંન જોવા મળ્યું હતું જે આજે તેને ચેમ્પિયન બનાવી ગઈ.
12 વર્ષની હતી ત્યારની એ મહેનત આજે મીરાંબાઈ ચાનુંને ગોલ્ડ કોસ્ટ ખાતે રમાઈ રહેલા કોમનવેલ્થ ગેઇમ્સમાં 48 કિલોગ્રામની કેટેગરીમાં સ્નેચ,ક્લીન અને જર્ક એમ ત્રણેય કેટેગરીમાં આ ખેલનો નવો રેકોર્ડ બનાવીને ભારતને સુવર્ણ પદક અપાવી દીધો ત્યારે તેના ગામમાં સવારથી ટીવી સામે બેઠેલા તેમના માતા પિતા અને પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવી ગયા હતા પરંતુ ત્યાર બાદ ગામના લોકો અને પરિવારે મણિપુરનું થાબલ ચોગબા નૃત્ય કરીને એક બીજાને ગુલાલ લગાવીને મીરાંબાઈની સિદ્ધિને બિરદાવી હતી. મણિપુર જેવા સાવ નાનકડા રાજ્યમાંથી આવતી 23 વર્ષીય મીરાંબાઈ ચાનું ની સિધ્ધિ અન્ય દેશના વેઇટ લિફ્ટર સામે ઘણા અને ખરા અર્થમાં બેમિશાલ રહી છે. જયારે મીરાંબાઈ બહેનના લગ્નમાં સામેલ ન થઇ શકી
મીરાંબાઈ ચાનુંએ જયારે ગોલ્ડ મેડલ જિત્યો ત્યારે દેશના લોકોએ તો તેને અને તેની સિદ્ધિને વધાવી લીધી પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે કોમન વેલ્થ ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે મીરાંબાઈ ચાનુ તેમના સગી બહેનના લગ્નમાં પણ સામેલ થયા ન હતા ગોલ્ડ મેડલ જીત્યા બાદ મીરાંબાઈએ પોતાની માતા સાથે વાત કરી ત્યારે તેની માં પણ રડી પડી હતી પણ ગર્વ થયો કે સિસ્ટરના લગ્નમાં સામેલ ન થવાનું તેનું બલિદાન એળે ન ગયું અને દેશને સુવર્ણ પદક અપાવી ગયું મીરાંબાઈ પોતાના કોચ વિજય શર્માનો પણ આભાર માનતા કહે છે કે આખું વર્ષ તેમણે મારી પાછળ બહુજ મહેનત કરી છે અને મોબાઈલ પર પણ પ્રતિબંધ હતો સગા વહાલાને પણ મળવાનું બંધ હતું, ડાયેટ કંટ્રોલના કારણે ઘણી ભાવતી વાનગી પણ ખાવાની મનાઈ હતી પણ આજે ગોલ્ડ મેડલ જીતી જતા તેની કિમત સમજાઈ છે અને જયારે તિરંગો લહેરાયો અને ગોલ્ડ મેડલ આપતી વખતે રાષ્ટ્ર ગીત શરુ થયું ત્યારે હું મારી આંખમાં આવતા આંસુને રોકી શકી ન હતી. પુત્રીની કેરિયર માટે પિતા એ નોકરી છોડી
મનુના પિતા રામકિશન મરીંન એન્જીનીયર હતા પણ દીકરી માટે નોકરી છોડી અને મનુના માર્ગદર્શક બન્યા. એ સમયે મનુ માત્ર 16 વર્ષની હોવાને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં પિસ્તોલ લઈને પ્રેકટીશમાં જવા માટે પણ તકલીફ પડતી હતી. સર,હવે તો અર્જુન એવોર્ડ આપશો ને?
સંજીતા ચાનુ: સચિવ રાહુલ ભટનાગર પણ સંજીતાને અભિનંદન આપવા ગયા ત્યારે પણ સંજીતાએ રોકડું પરખાવી દીધું કે હવે તો મને અર્જુન એવોર્ડ મળશે ને ?
હકીકતમાં 2014માં ગ્લાસગો ખાતે રમાયેલા કોમનવેલ્થ ગેઇમ્સમાં તમામ ગોલ્ડ મેડાલિસ્ટને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા હતા માત્ર અને માત્ર સંજીતાને કોઈ કારણસર આપવામાં આવ્યો નહોતો ત્યારે એક સમયે તો તેમને કોર્ટના દ્વાર પણ ખખડાવી નાંખ્યા હતા અને પટિયાલા કોર્ટમાં મેટર પણ પડી છે પણ હવે સંજીતાને આશા છે કે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી હવે તેના નામને દૂર નહિ કરી શકે. મનુ બાકર ( 10 મીટર એર પિસ્તોલ માં ગોલ્ડ મેડાલીસ્ટ )
મનુ બાકરે 10 મીટરની એર પિસ્તોલમાં ભારત માટે સુવર્ણ પદક અપાવીને દેશનું નામ રોશન કરી દીધું પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે 12માં ધોરણમાં મેડિકલનો અભ્યાસ કરતી મનુ બાકરે બે વર્ષ પહેલા હાથમાં પિસ્તોલ પણ ઉપાડી ન હતી નવાઈની બાબત તો એ હતી કે સ્કૂલમાં મનુ બોક્સિંગની ખેલાડી હતી અને સ્કૂલમાં અનેક મેડલ પણ જીતી લાવી હતી. ઇજાને કારણે બોક્સિંગ છોડવાની ફરજ પડ્યા બાદ મનુને જુડો અને માર્શલ આર્ટ્સનો ચસ્કો લાગ્યો હતો પરંતુ બે વર્ષ પહેલા મનુના પાપા સ્કૂલમાં ગયા ત્યારે ત્યાં કેટલીક છોકરીઓ પિસ્તોલ બાજી શીખી રહી હતી તો તુરંત મનુને બોલાવીને આ રમતમાં હાથ અને નિશાન અજમાવાનું કહ્યું અને
10 -15 દિવસમાં તો મનુએ હાથમાં પિસ્તોલ લઈને પોતાનો કરિશ્મા દેખાડવાનો શરુ કરી દીધો અને એક પછી એક સારા દેખાવ તેને રાષ્ટ્ર મંડળ ખેલ સુધી લઇ ગયા
મનુના પિતા રામકિશન મરીંન એન્જીનીયર હતા પણ દીકરી માટે નોકરી છોડી અને મનુના માર્ગદર્શક બન્યા. એ સમયે મનુ માત્ર 16 વર્ષની હોવાને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં પિસ્તોલ લઈને પ્રેકટીશમાં જવા માટે પણ તકલીફ પડતી હતી અને લાઇસન્સ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો બલ્કે જે પિસ્તોલ સાથે મનુએ ભારતને ગોલ્ડ અપાવ્યો તે પિસ્તોલમાં લાઇસન્સ માટે પણ ભારે સંઘર્ષ કરવો
પડ્યો હતો.
હકીકતમાં ગત સપ્ટેમ્બરમાં યુથ એશિયન ગેઇમ્સ માટે મનુને જકાર્તા જવાનું હતું અને લાઇસન્સ માટે ફોર્મ ભર્યું ત્યારે લાઇસન્સ લેવાનું કારણ ખેલને બદલે આત્મરક્ષા બતાવી દીધું હતું અને આ મામલો છેક મુખ્ય મંત્રી સુધી પહોંચ્યા બાદ તેને લાઈસન્સ મળ્યું હતું પરંતુ ત્યારબાદ મનુએ શાનદાર દેખાવ કરીને હવે કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને દેશનું અને પિતા-પરિવારનું સ્વપ્ન સિદ્ધ કરી બતાવ્યું છે પણ હવે તેનું સાચું નિશાન ઓલિમ્પિક ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે. ફર્સ્ટ ટાઈમ ગોલ્ડ ઇન ટેબલ ટેનિસ
મનિકા બત્રાએ જબરદસ્ત ખેલ દ્વારા મહિલા ટેબલ ટેનિસ ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરતા 21મા કોમન વેલ્થ ગેમ્સમાં રવિવારે સિંગાપોરમાં 3-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતીય ટીમે એક જ દિવસમાં પોતાની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ જીતીને પહેલી વાર ટીમ કોમ્પિટીશનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 3-0થી હરાવીને ફાઇનલમાં સિંગાપોરને 3-1થી હરાવ્યું. મણિકા બત્રાએ ફાઇનલમાં વિશ્ર્વના નંબર 4 ખેલાડી કે જે આ પેહેલા ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતી લાવ્યા છે તેને હરાવીને અપસેટ સર્જીને ભારતને ઇતિહાસમાં પેહેલી વખત ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ રોશન કરી દીધું
આજે મનિકા બત્રાની પણ દેશભરમાં વાહ વાહ થઇ રહી છે કારણ કે ચાર વર્ષ પેહેલા રમાયેલા ગ્લાસગો કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતની ટેબલ ટેનિસ ટીમ ખાલી હાથે પછી ફરી હતી ત્યારે અહીં ગોલ્ડ મેડલ લાવીને ઇતિહાસ સર્જી દીધો અને હવે તે પણ તેનું નિશાન ઓલિમ્પિક્સમાં
કેન્દ્રિત કરી રહી છે.