કુકિંગ ટાઈમ

મેંગો ફાલુદા
સામગ્રી:
1 કપ ફાલુદા સેવ
1 કપ મેંગો આઇસ્ક્રીમ
2 મોટી ચમચી તકમરીયા
2 કપ દૂધ
1 નંગ પાકેલી કેરી (સમારેલી)
1 બાઉલ સૂકો મેવો
3 મોટી ચમચી ગુલાબજળ
પ્રમાણુસાર પાણી
પદ્ધતિ:
સૌ પ્રથમ એક બાઉલમાં તકમરીયાને પાણીમાં પલાળીને 5 મિનિટ રાખી મૂકો. પાણીનું પ્રમાણ એટલું જ હોવું જોઇએ કે તકમરીયા પૂર્ણ રીતે ફુલી જાય.
તે પછી મીડિયમ આંચમાં એક પેન ગરમ કરીને ફાલુદા સેવ અને પાણી ઉમેરીને ઉકાળી લો.જ્યારે સેવ બરાબર ઉકળી જાય એટલે પાણી ગાળીને ઠંડા પાણીથી ધોઇ બાઉલમાં કાઢી લો.
હવે એક ગ્લાસમાં એક ચમચી ગુલાબજળ અને તકમરીયા ઉમેરો. તેની ઉપર ફાલુદા સેવ અને એક કપ દૂધ ઉમેરો.
ત્યાર પછી તેની ઉપર સમારેલી કેરી, મેંગો આઇસ્ક્રીમ અને સૂકો મેવો ઉમેરો.
તૈયાર છે મેન્ગો ફાલુદા.. મેન્ગો ફાલુદાને ફ્રીઝમાં મૂકી દો. તેને ઠંડા-ઠંડા સર્વ કરો.
મેંગો ગુલાબજાંબુ
સામગ્રી :
1 કપ મિલ્ક પાવડર
1/4 કપ મેંદો
1/4 ટી સ્પૂન બેકિંગ પાવડર
3 ટે સ્પૂન બટર
1 નંગ પાકી કેરી
ચાસણી માટે :
1 કપ ખાંડ
1 કપ પાણી
સર્વ કરવા :
ફ્રેશ મેંગો પીસ / 1 સ્કૂપ મેંગો આઇસક્રીમ.
રીત :
પાકી કેરી નો પલ્પ કાઢી લો.
તેને જાડા તળિયા વાળાવાસણમાં ગેસ પર 7-8 મિનીટ ઘાટો કરવા રાખો.
સતત હલાવતા રહો. આ મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં મિલ્ક પાવડર, મેંદો, બેકિંગ પાવડર, માખણ નાખી લોટ બનાવો .
જરૂર પડે તો થોડુ દૂધ ઉમેરો.
આ કણક ને ભીના કપડામાં 15 મિનીટ રાખો
ગેસ પર ચાસણી બનાવા મુકો. 10 મિનીટ ઉકાળવી *હવે કણકમાંથી ગુલાબ જાંબુના ગોળા બનાવવા.
મધ્યમ તાપે તેલમા તળી, ચાસણીમાં નાખવા.
ઠંડા પડે પછી કેરી ના પિસ અથવા આઈસ ક્રીમ સ્કૂપ સાથે સર્વ કરો.