વીવીપીમાં ‘આવજો’ કાર્યક્રમ યોજાયો

અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ રાજકોટ તા,10
વીવીપી ઈજનેરી કોલેજમાં ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ સંસ્કારો પ્રાપ્ત કરી ઔદ્યોગીક જગતના આસમાનામાં ઉંચે ઉડવા થનગનતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિદાય કાર્યક્રમ ‘આવજો-2018’નું નમુનેદાર આયોજન કરવામાં આવ્યું હતું.
સામાજીક સંદેશ, કોલેજ લાઈફ, ભારતીય સંસ્કૃતિ વગેરેને ઉજાગર કરતા અનેકવિધ રંગારંગ કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં
આવ્યા હતા. ‘આવજો-2018’નું વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ આયોજન કરાયું હતું.
સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમો આનંદ અને શિસ્ત સાથે વિદ્યાર્થીઓએ માણ્યા હતા. ગીત, સંગીત, નૃત્ય, નાટિકા, માઈમ વગેરે દ્વારા વિદ્યાર્થીઓએ આવજો 2018 વડે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને યાદગાર વિદાય સમુહ ભોજન સાથે આપી હતી.
વીવીપીના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશીકભાઇ શુકલ, ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, પ્રિન્સીપાલ ડો.જયેશભાઇ દેશકર સહિતનાએ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
આવજો 2018ની સફળતા માટે સાંસ્કૃતિક સમિતિના ક્ધવીનર તથા ઈલકેટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશન વિભાગના વડા ડો.ચાર્મીબેન પટેલ, પ્રો. હાર્દિકભાઇ પંડયા, પ્રો.હાર્દિકભાઇ હિંડોચાએ જહેમત ઉઠાવી હતી.