પ્રસન્નતા પ્રાપ્તિનો સરળ રસ્તો

પ્રયોગ શબ્દમાં જ સમાવિષ્ટ છે યોગ ! એટલે જેમ યોગમાં કરીએ પ્રયોગ તો એ રીતે જ પ્રયોગ પણ એક રીતે તો યોગ !  એક વિધતાથી થકાન મહેસુસ કરતી વ્યકિતને ખૂબ જ તીવ્રતાથી થતો રહે અહેસાસ કંઇક નવીન, નોંખુ, અનોખુ, અલગ અને રસપ્રદ હોય એવું કઇક કરવાનો ! ને એમાં મદદરૂપ થાય વલણ અને પછી આવડત પ્રયોગની !  એક જ કાર્ય કરવાના ઘણાં રસ્તા હોઇ શકે ! એવું ન હોય ત્યારે જે તે કામને એક જ રસ્તે પણ નવી અને નોખી રીતે પણ કરી જ શકાતું હોય ! એમ પણ શકય ન લાગે ત્યારે તેને શકય બનાવવા માટે નવા જ દ્રષ્ટ્રિકોણથી વિચારીને નવા રસ્તા કે પ્રયુક્તિઓ શોધવાનો પ્રયત્ન તો જરૂર કરી જ શકાય ને એ પણ આમ જુઓ તો એક પ્રયોગ ! એ થકી પણ મળી શકે નવા જ પરિણામ ! અનેક નિષ્ફળ  સત્તા પ્રયોગ પછી જ વિજ્ઞાનમાં થતી હોય છે. નવી શોધ, પહેલો પ્રયોગ નિષ્ફળ ગયાં એવું તો કહેવાય જ  નહી. ! ને પછી એ થકી સમગ્ર માનવ જાતને થતો હોય છે. અદ્દભુત ફાયદો ! પ્રયોગશીલતા અને સર્જનશીલતા એ અર્થમાં કયારેક બની જતા હોય સમાનાર્થી શબ્દ : કયારે પર્યાય પણ ! જ્યારે એ સમજણ વધુ સુસ્પષ્ટ બને કે નાવીન્ય અને રોચકતાંની જીવનમાં ખુબ મહત્વ હોય છે ત્યારે સુગર બને પછી બનવું પ્રયોગશીલ અને સર્જનશીલ ! બીજી મહત્વની વાત છે અનુભવની પ્રયોગ અને અનુભવ પણ એકમેક સાથે ધનિષ્ઠતાથી જોડાયેલા જ ! પ્રયોગથી નવું શીખવા મળે, વધે અનુવભ એ રીતે પણ ! જે વધુ દીર્ધ અનુભવથી નિખાર લાવી શકાય હાથ પર લીધેલાં પ્રયોગમાં ! અનુભવ સંપદા જ કામ આવે જ્યારે પડે કોઇ વિદાય ! ખુદના અનુભવથી તો આપણે ઘણું બધું શીખતા જ હોઇએ પણ અન્ય વ્યકિતના અનુભવમાંથી પણ ઘણી વખત આપણને અવસર ! વિવિધ અને વિશિષ્ટ પ્રકારના ઘણાં અનુભવો જેમાં અનન્ય રીતે આલેખિત થયાં હોય એવા મસ્ત ગમતા પુસ્તકો પણ આપણને આપે છે જે નવો જ અનુભવ ! ત્રીજી બાબત છે અપેક્ષા અને અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા વિશેની !  હંમેશા દરેક બાબતમાં આપણી અપેક્ષા હોય ખૂબ ઉંચી એ પરિપૂર્ણ ન થાય એટલે પીડા કે દુ:ખની થાય લાગણી ! કાર્ય હોય કે સંબંધ ! અપેક્ષા વિશે આપણાં ખ્યાલ હંમેશા ખૂબ જ ઉચ્ચતમ શિખર પર બિરાજમાન ! પૂર્ણ નજ થતાં સીધો લાગે ભુસકો નીચે ખીણમાં ! આ બીલકુલ યોગ્ય નથી જ નથી ! એક જ પ્રકારના અથવા તો એના એક જ પ્રયત્ન કરી ને કદી પણ નથી પ્રાપ્ત કરી શકાતું નવું કે નવ ! પ્રકારનું પરિણામ ! પશ્ર્ન પણ જે સ્તર પર ઉદ્દભવે એ જ સ્તર પરની કે એવી જ વિચારધારા થકી એ કદી પણ ન ઉકેલી શકાય એ માટે  સભાનતા સમજણ, વિચારધારાને લઇ જવી પડે ઉપરના સ્તર પર ! જે ઘણું ઉંચી અપેક્ષા રાખી અને પછી ને પરિપૂર્ણ ન થતા ન સંતોષાતા, ખુબ વેદના અનુભવવી પડે એવી સ્થિતી રચવાને બદલે અપેક્ષાઓ ક્રમશ : ઉપરના સ્તર પર લઇ જઇએ અન સાથે સાથે કાર્યની વિવિધતા એની તીવ્રતા વધારો કરતા જઇએ તો મળી શકે બેનમુન ફાયદો ! અપેક્ષા વિશે વધુ વાસ્તવિક બનીને જ મેળવી શકાય એવા પરિણામો જે શરૂઆતના તબક્કે તો લાગે કાલ્પનિક ! ને પછી એ બને અકલ્પ સફળતાનું અનોખું, અદ્રિતીય અને અનન્ય નામ ! હવે આ ત્રણેય મુદ્દાઓને એક સાથે લઇએ તો એ છે પ્રયોગ અનુભવ અને અપેક્ષા ! અંગ્રેજીમાં તેના માટેના શબ્દો પણ મસ્ત મજાના ! એકસપરીમેન્ટ, એકસપિરીયન્સ અને એકસપેકટેશન ! આ ત્રણેય મુદ્દાને વધુ સુસ્પષ્ટપણે અને ખુબ અદ્દભુત પરિણામ અર્થે એવો આશયને ઉજાગર કરવાના ભાગ રૂપે સમજવાનો હવે કરીએ પ્રપત્ન ! ઉદાહરણ સાથે ! જેમ્સ એલન લિખિત અદ્દભુત પુસ્તક એઝ યુ થિન્ક આ પુસ્તક વાંચ્યા પછી મારા બે ત્રણ મિત્રો સાથે આ પુસ્તક વિશે તેમાં આપવામાં આવેલા રસપ્રદ સિધ્ધાંત તેમજ ઉદારહણ વિશે અમે વાત કરતા હતા ચર્ચા પછી ઘેર આવીને મેં એ વાતચીતનો સારાંશ રાખ્યો ! આ હતો નવો જ પ્રયોગ ! એ લખાણ ત્યારબાદ મારા એ મિત્રો કે જેની સાથે પુસ્તક વિશે ચર્ચા કરી હતી તેને વાંચવા માટે આપ્યું ! સરસ લાગ્યું તેમને ! ખાસ તો સારાંશનું આલેખન ગમ્યું ! પછી બીજા મિત્રો કે જેમણે પુસ્તક વાંચેલું હતું તેઓને એ સારાંશ વાંચવા આપ્યો ! પ્રયોગના અંતે તારણ એ નીકળ્યું કે સંક્ષિપ્તમાં જો વાત સારી રીતે મુકી શકાય તો બધાને ગમે ! પછી બીજા થોડા મસ્ત પુસ્તકો પર પણ આ પ્રયોગ કર્યો ! અનુભવ સંપદામાં થયો ખૂબ જ વધારો ! મિત્રોની આ પ્રકારના પુસ્તક અંક કે તેનો સારાંશ પામવાની અપેક્ષાઓ વધતી ગઇ ! પ્રયોગમાં થોડો ફેરફાર પણ કર્યો પુસ્તક ગોષ્ઠિ બેઠક પછી બધાં મિત્રો સરસ પ્રતિભાવ આપતા થયા પછી તેઓ પૈકી અમુક મિત્રોને પોતાનો પ્રતિભાવ લેખિત સ્વરૂપને મોકલવાનું કહ્યું ! ઘણાં સરળ પરિણામ મળ્યા એમ કરીને ! અમુક મિત્રોની કલમ વધુ ધારદાર બની! નિયમિતપણે તેઓ ઘણું લખતા પણ થઇ ગયા ! વાતનો સારાંશ એટલો જ કે કોઇ પણ પ્રવૃતિ કે કાર્યમાં આપણે કરવા જઇએ નવા નવા પ્રયોગ ! રોચક અને રસપૂર્ણ બને એ થકી કાર્ય કે પ્રવૃતિ ! ઉપરાંત અનુભવનમાં સમૃધ્ધિ આવવાથી કામ કરવાની દક્ષતા અને ક્ષમતામાં થાય ખુબ જ વધારો ! પછી અન્ય પરિણામની આપણી જ અપેક્ષા ખુબ વધવા માંડે !  વિચારમાં હોય છે તાકાત નવી જ દુનિયાનું સર્જન કરવાની નવા વિચારો પર કામ કરીને જ રચી શકાય નવી જ સૃષ્ટિ ! પ્રયોગ, અનુભવ અને અપેક્ષાના અનોખા સંબંધ અને તેના મહાત્મ્ય વિશે પણ જેમ્સ એલન મસ્ત વાત કરે છે. આપણે વાત કરીએ પુસ્તક એઝ યુ થિન્કનાં અદભુત પ્રકરણોમાં ! જીંદગીને વધુ ઉન્નત મુકામ પર લઇ જવાની એ થકી સાકાર થાય આપણી અપેક્ષા ! મળે નવો જ અનુભવ! વાંચવાનો પ્રયોગ કરવા જેવો તમે કરો મસ્ત વાંચન ! લખી મોકલો તમારાં પ્રતિભાવ અમને ! ગમશે ! કરીશું તેની પણ ચર્ચા આપણે ! અનુકુળતાએ! અત્યારે અટકીએ ! અસ્તુ! હંમેશા દરેક બાબતમાં આપણી અપેક્ષા હોય ખૂબ ઉંચી એ પરિપૂર્ણ ન થાય એટલે પીડા કે દુ:ખની થાય લાગણી !