રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા શનિવારે કુકિંગ શોનું આયોજન

રસોઇના મહારાણી હીનાબેન ગૌતમ તથા અમીબેન ગણાત્રા લાઇવ ડેમોસ્ટ્રેશન આપશે
રાજકોટ,તા.9
રાજકોટ સીટી વૂમન્સ કલબના સભ્ય બહેનો માટે. એપ્રિલ મહીનાનો આગામી કાર્યક્રમ તા. 14/4/2018 શનીવારે પારસ હોલ ખાતે બપોરે 2:30 કલાકે ઇ.ટીવી. ફેઇમસ કુકીંગ શોનું આયોજન કરવામાં આવેલ છે. વૂમન્સ કલબના પ્રમુખ પ્રફૂલાબેન મહેતાના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ કુકીંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વૂમન્સ કલબ દ્વારા ફક્ત સભ્ય બહેનોને વિનામુલ્યે આ કુંકીંગ કલાસમાં અવનવી વાનગી કુકીંગ એક્સપર્ટ દ્વારા શિખવાડવામાં આવશે તેમાં અમદાવાદથી ઇ.ટીવી.ના રસોઇના મહારાણી હીનાબેન ગૌતમ ખાસ અત્યારે જે બાળકો તથા બહેનોને અતિ પ્રિય વાનગી છે અને હોટલમાં જે મળતી વાનગી ઘરે કેમ બનાવી શકાય તેવા હેતુથી શુદ્ધ અને સારી વાનગી જેમાં (1) મેકસીકન લઝાનીયા (2) લેયર્ડ ડીપ, (3) ક્યૂ સાડી લાસ (4) બ્લેક બીન ટાકોઝ (5) મેકસીકન મીની બન્સ જેવી વિવિધ વાનગીનું લાઇવ ડેમોસ્ટ્રેશન આપશે સાથે બહેનોને વાનગી રેસેપી પણ આપવામાં આવશે આસાથે રાજકોટ શહેરના બીજા કુકીંગ એક્સપર્ટ અને હાલ રસોઇ સ્ટુડીયાના અમીબેન ગણાત્રા મોરજરીયા, પોતે વાનગીનું લાઇવ ડેમોસ્ટ્રેશન આપશે જેમાં પોતે (1) ચાટ(પાલક કરારી ક્રિસ્પી ચાટ ફ્રૂટ પાણીપૂરી (2) સ્ટાર્ટરમાં ઓયેન્ટ બાસ્કેટ, ભાજી પોટલી, મોકટેલઇ ફ્રુટ જેવી અનેક વિદ્ય વાનગી બતાવશે તો આ રસોઇ શોમાં વૂમન્સ કલબના તમામ સભ્યોને લાભ લેવા વિનંતી ગેસ્ટને એન્ટ્રી આપવામાં નહી આવે તમામ સભ્યોને લાભ લેવા વિનંતી ગેસ્ટને એન્ટ્રી આપવામાં નહી આવે તે જાણ ખાતર કાર્યક્રમ સમયસર ચાલુ થઇ જશે વહેલાતે પહેલા બેસવાનું રહેશે.નવા સભ્યોને જો પોતે આ કલબમાં મેમ્બર બનાવા ઇચ્છતા હોયતો તેમને રૂા.100 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નવી મેમ્બરશીપ ચાલુ છે.
ફોર્મમાટે હીનાબેન મોદી: હીનાબેન મોદી ન્યુ જાગનાથ મેઇન રોડ મહાકાળી રોડ ખોડીયાર સ્વીટની સામેનો કોર્નર 22/ન્યુજાગનાથ આ સ્થળ ઉપર થી ફોર્મ ભરી શકાશે તેમનો નંબર 9429979173 બીજોનં. દર્શનાબેન મહેતા 9429502046 ઉપર સંપર્ક કરવો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રફુલાબેન મહેતા ચેરમેન બિન્દુબેન મહેતા ઉપપ્રમુખ મીનાબેન સવા સેક્રેટરી ઇન્દીરાબેન વાયસ ચેરમેન જીજ્ઞાબેન વખારીયા,જોઇન્ટ સેક્રેટરીદર્શના મહેતા, પ્રીતીબેન ગાંધી, કલ્પનાબેન પારેખ, અલ્કાબેન ગોસાઇ જયશ્રીબેન ટોળીયા સરોજબેન આડેસરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)