JEE મેઇન્સની પરીક્ષામાં ગણિતનું પેપર અઘરૂ, ફિઝીકસમાં ભૂલ

  • JEE  મેઇન્સની પરીક્ષામાં ગણિતનું પેપર અઘરૂ, ફિઝીકસમાં ભૂલ

રાજકોટમાં 9000 જેટલા છાત્રોએ
પરીક્ષા આપી, ગત વર્ષ કરતા કટ ઓફ નીચે જવાની શકયતા રાજકોટ તા.9
દેશભરમાં ગઇકાલે ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી
અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ માટેની જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ (જેઇઇ) યોજાઇ હતી. જેમાં આ વર્ષે મેઇનનું પેપર-1 એકંદરે વિદ્યાર્થીઓને થોડુ અઘરુ લાગ્યું હતું. જો કે ગત વર્ષની સરખામણીએ મધ્યસ્થી સરળ હતું પરંતુ ગણિતના પ્રશ્રો એકંદરે અઘરા અને લેન્ધી હોવાથી વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. જ્યારે ફીઝીકસના પ્રશ્રોમાં કેટલાક પ્રશ્રોમાં ભુલ હોવાની વિદ્યાર્થીઓ અને વિષય નિષ્ણાંતોની ફરીયાદ હતી.
સીબીએસઇ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બે ટકા વિદ્યાર્થીઓ ઓછા હતા. ઓફલાઇન મોડમાં પેપર-પેન્સીલ આધારીત પરીક્ષા સમગ્ર દેશના 11ર શહેરોમાં લેવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીએ કેટલાક પ્રશ્રો સરળ હતા. કેમેસ્ટ્રીનો પાર્ટ ઘણો સરળ હતો. જ્યારે ફીઝીકસમાં કેટલાક પ્રશ્રો અટપટા હતા તેમજ ગણિતના પાર્ટમાં અનેક પ્રશ્રો અટપટા હોવાથી વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. વિદ્યાર્થીઓને પેપર ખુબ જ લાંબુ લાગ્યું હતું.
રાજકોટના જીલ્લામાંથી અંદાજીત 9000 વિદ્યાર્થીઓએ પરીક્ષા
આપી હતી.
ગ્રુપ-એ ના 1ર સાયન્સના વિદ્યાર્થીઓ માટે જેઇઇ મેઇન્સની લેખિત પરીક્ષાની ફીઝીકસ, કેમેસ્ટ્રી, મેથ્સનું 360 માર્કસનું પેપર 3 કલાકમાં વિદ્યાર્થીઓએ પૂર્ણ કર્યુ હતું. ફીઝીકસમાં ભાષાકીય અને વૈકલ્પીક ભુલ ફીઝીકસના પેપરમાં ત્રણ પ્રશ્રોમાં ભાષાકીય અને વૈકલ્પીક જવાબોમાં ભુલ હોવાની વિદ્યાર્થીઓની ફરીયાદ હતી. એક પ્રશ્રના જવાબના ચારેય ઓપ્શન ખોટા હતા. એકસપર્ટના મતે આ વર્ષે કટઓફ નીચો જવાની શકયતા છે. 9પ થી 10પ વચ્ચે કટ ઓફ રહેશે. ગુજરાતમાં ર0 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં ફીઝીકસના પેપરમાં ભુલ સામે આવી હતી.