આ વેકેશન ઉત્સવની જેમ પરિવાર સાથે ઉજવીએ

અપનો કે સંગ... ખુશીઓ કે રંગ... બાંટે ઉમંગ ળ ભાવના દોશી
સામાન્ય દિવસોમાં વ્યસ્ત જીવનમાં કોઈને કોઈના માટે સમય મળતો નથી જ્યારે રજાઓ પડે છે, વેકેશન પડે છે ત્યારે એ સમય એવો હોય છે કે દરેક પોતાની ઇચ્છા મુજબ વિતાવી શકે.વર્તમાન સમયની આપણી દિનચર્યા એટલી બધી હેકટિક બની ગઈ છે કે કોઈને કોઈના માટે વિચારવાનો ટાઈમ નથી તેથી આ વેકેશનમાં જે કંઇ પ્રવૃત્તિ કરીએ તે બધા સાથે મળીને કરીએ જેનાથી પરિવારમાં પ્રેમ-લાગણી અને સ્નેહનું વાવેતર થાય. આ વેકેશન બાળકો જ નહીં પણ મમ્મી-પપ્પા પણ આનંદથી વિતાવી શકે એવું કંઈક અલગ કરીએ .આજકાલ કુટુંબ બહુ નાના થઈ ગયા છે એટલે પરિવાર પણ નાનો હોય છે અને સમયના અભાવના કારણે કાકા, મામા, માસી, ફોઈ કોઈને પણ મળી શકાતું નથી આ વેકેશનમાં બધા ભેગા મળીને મજા કરી શકાય તે માટે કેટલીક નાની-નાની વાતો યાદ રાખીશુ તો મો...જે દરિયા....
બધા ભેગા મળીને ફેમિલી ટ્રી બનાવી શકાય જેથી કરીને ફેમિલી વિશેની બધી માહિતી પણ જાણી શકીએ અને જે કોઈ ફેમિલી મેમ્બર્સ હોય તેના યાદગાર બનાવો પણ સાંભળી શકીએ.
સામાન્ય દિવસોમાં મમ્મી એક જ સવારે વહેલા ઊઠીને બધાની રસોઈ, સાફ સફાઈ કરે છે.મમ્મી-પપ્પા રોજ આપણને સમય આપે છે વેકેશનનો સમય આપણે એમને આપીએ મમ્મીને રસોઈમાં મદદ કરી શકીએ.ટેબલ તૈયાર કરવું, વાનગી ડેકોરેટ કરવી અને આ બધામાં પપ્પાને પણ સાથે જોડી શકાય અને પછી જોજો ચમત્કાર મમ્મી કેટલી ખુશ થશે. વેકેશનનો સમય જો બધા સાથે મળીને ગાળીએ તો એનો આનંદ અલગ જ હોય છે.
આ દિવસોમાં બધા જ સાથે ઉઠી જઈએ સાથે જ પ્રભુ પ્રાર્થના કરીને જોગિંગ ,વોકિંગ કરીને સવારનો નાસ્તો પણ સાથે મળીને કરીએ બપોરનું જમવાનું તથા સાંજે જમીને ગાર્ડનમાં લટાર મારીએ કે પછી અગાસીમાં જઈને ટેરેસ પાર્ટી કે સ્ટાર ગેઇઝિંગ કરી શકાય. વોટ એન આઈડિયા!
સાથે રહેવાનો જે મોકો મળ્યો છે તેનો પુરેપૂરો ઉપયોગ કરીએ. એક દિવસ માટે ડે લાઈક અ ફાધર કે ડે લાઈક આ મધર કરી શકાય.મમ્મી કે પપ્પા કઈ રીતે કામ કરે છે તે જોવા પપ્પાની ઓફિસે જઈને એ કામ કરતા હોય એમાં મદદ કરી તેમજ મમ્મીને પણ ઘરકામ સાફ સફાઈમાં મદદ કરીએ.અને જોજો મોમ ડેડ કેવા ખુશ થાય છે તે.
ડ્રોઈંગ, પેઈન્ટીંગ તો સામાન્ય રીતે લોકો કરતાં જ હોય છે પરંતુ કંઇક નવુ કરવા માર્બલ દ્વારા પેઇન્ટિંગ કરીએ માર્બલ પેઇન્ટિંગ, ડેપિંગ તેમજ કંઈક જુદું અને અલગ કરવા જે મનમાં આવે એ ફિંગર વડે એકદમ મેસી કરી શકાય અને જોશો તમે ધાર્યું નહી હોય એવું એક્સેલેન્ટ પેઇન્ટિંગ તમને મળશે . હા મિત્રો આ બધું તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે ફિટ હશો.જો તમે સ્વસ્થ હશો તો તમે હસી શકશો, રમી શકશો અને આનંદ કરી શકશો આ માટે જોગિંગ, વોકિંગ, જીમનેશ્યમ,યોગા વગેરે કરી
શકો છો.
કંઇક જુદુ કરવા માટે બધા જ રમકડાં ગેઇમ એક સાથે મૂકી દો અને પછી જે મનમાં વિચાર આવે એ રીતે તૈયાર કરો.અમેઇઝિંગ વસ્તુ તમે બનાવી શકશો. પણ હા આ બાબત મમ્મીની પરેશાની ન બને તે ખ્યાલ રાખજો. દરેક વસ્તુ ફરી યોગ્ય જગ્યાએ તમારે જ મુકવાની છે હો... ઘરમાં પડેલી બધી રેસિંગ કારને ભેગી કરો અને કાગળ વડે કે નકામી વસ્તુથી સિગ્નલ બનાવો કેનવાસ, થર્મોકોલ વડે ટ્રેક બનાવો અને આ રીતે એક ઈન્ટરેસ્ટિંગ બનાવી શકાય પણ હા મિત્રો આ ગેમમાં મમ્મી પપ્પાને પણ ઇનવોલ્વ કરવાનું ન ભૂલતાં હો..
બર્થ ડે કે તહેવાર પ્રસંગે આપણે સારું કાર્ય કરીએ છીએ એ રીતે વેકેશનમાં સવારે ઉઠીને પંખીને ચણ તથા ગાયને રોટલી આપી શકાય તેમજ રાત્રે હોટલમાં જમવા જઈએ તો એક ગરીબને ભોજન કરાવી શકાય અને આ સારા કામની એક ડાયરી પણ બનાવી શકાય. આમ નાની નાની વાતોની કાળજી રાખીને મમ્મી પપ્પાને પણ વેકેશનનો આનંદ આપી શકીએઅને આપણે પોતે પણ વેકેશન માણી શકીએ અને વેકેશનને યાદગાર બનાવી શકીએ તો તમારા બધાનું દફભફશિંજ્ઞક્ષ કેવું ગયું એ અમને જરૂરથી કહેશો ને? ઠશતવશક્ષલ ુજ્ઞી ફહહ દયિુ વફાાુ
વજ્ઞહશમફુ. અમૂલ્ય સમય મળ્યો છે તે યાદગાર બનાવીએ
ઘણી વખત ઘરના લોકોને પણ થાય છે કે આ વેકેશન ક્યાં પડ્યું? રોજ-રોજ બાળકો સાથે લમણાઝીક કરવી પડશે અને એથી કરીને મમ્મીઓ બાળકને જબરદસ્તી એક્ટિવિટીમાં મૂકી દે છે પરંતુ આ બિલકુલ યોગ્ય નથી બાળકને અભ્યાસના ટેન્શનમાંથી મુક્ત કરીને બીજી પ્રવૃત્તિ પરાણે કરાવવાનો કોઈ ફાયદો નથી તો બાળક સાથે આજે અમુલ્ય સમય મળ્યો છે તેનો સદુપયોગ કરીએ. ઘરમાં જ્યારે કંટાળો આવે ત્યારે બહારગામ ફરવા જઈએ
ઘણી વાર ઘરમાં એક જ જગ્યાએ રહીને કંટાળો આવે છે ત્યારે બહારગામ ફરવા જવાનું પસંદ કરે છે જેમાં સીટી લોકેશન પણ પસંદ કરી શકાય જેમકે ઈમેજીકા, એસ્સલવર્ડ, અપ્પુઘર વગેરે થીમ પાર્ક માં એડવેન્ચર્સ કરી શકાય.આ ઉપરાંત ગરમી હોવાના કારણે બીચ આઈલેંડ કે હિલ
સ્ટેશન પસંદ કરી શકાય જ્યાં શાંતિ પણ મળે છે અને કુદરતનું સાનિધ્ય પણ મળે છે. વેકેશનનો સમય જો બધા સાથે મળીને ગાળીએ તો એનો આનંદ અલગ જ હોય છે વેકેશનમાં સવારે ઊઠીને પંખીઓને ચણ, ગાયને રોટલી તથા ગરીબને ભોજન આપી શકાય બધા ભેગા મળીને ફેમિલી ટ્રી બનાવી શકાય જેથી કરીને ફેમિલી વિશેની બધી માહિતી પણ જાણી શકીએ અને જે કોઈ ફેમિલી મેમ્બર્સ હોય તેના યાદગાર બનાવો પણ સાંભળી શકીએ