ખામી અને ખૂબીને ખિલવવાની કળા શીખીએ આ વેકેશનમાં

વેકેશન એકધારા અને કંટાળાજનક રૂટિનમાંથી આપણને વિરામ આપે છે.બાળકોના વેકેશનને કારણે માતા-પિતા પણ રાહત અનુભવે છે અને બહાર ફરવા જવાના,કે પછી અલગ અલગ પ્લાન બનાવે છે.વેકેશનના કારણે એક તાજગી અનુભવાય છે.વેકેશન એટલે બાળકો માટે મોજ મજા તો છે જ પરંતુ કેટલાય જીવન જીવવાના પાઠ પણ શીખવી જાય છે.બાળકો માટે લાઈફ ટાઈમ મેમરી બની જાય છે. માતા-પિતા પણ બાળકોનું વેકેશન યાદગાર બનાવવા પ્રયત્નો કરતા હોય છે.
ચાઈલ્ડ ક્ધસલ્ટન્ટ ચારુ જુનેજાએ જણાવ્યું કે વેકેશન બાળકો માટે આનંદ સાથે નવું નવું શીખવાની તક ઉભી કરે છે.ઘણી વાર બાળકોને પોતાની અંદર પડેલી આવડતની ખબર હોતી નથી,અને વેકેશનમાં જુદી જુદી પ્રવૃતિઓ દ્વારા તે પોતાનામાં રહેલા સ્કીલને ડેવલપ કરી શકે છે. વેકેશનમાં બાળકોને જે મન હોય જેમાં તેને આનંદ આવતો હોય તે કરવા દો પણ આજ એ સમય છે કે જ્યારે તમે બાળકો સાથે સમય પસાર કરી શકો છો અને અમુક એવી વાત કે જે તેને જીવનભર કામ લાગે એ શીખવી શકો છો.સામાન્ય સંજોગોમાં તો શાળામાંથી ટાઈમ નહીં રહે.અત્યારે તમે તમારા બાળકને ક્વોલિટી ટાઈમ આપી શકશો.અને હા,બાળકમાં રહેલી ખામી જેમ કે અક્ષર સારા ન થવા કે પછી સ્પેલિંગ મિસ્ટેક્સ થવી અથવા કોઈ પણ વિકનેસ હોય તે સુધારવા માટેનો આ સોનેરી સમય છે.નવી નવી એક્ટિવિટીથી તેનામાં કોન્ફિડન્સ પણ વિકસશે.આ સમય દરમિયાન ટાઈમ મેનેજમેન્ટ પણ શીખવી શકશો.જેમ કે અમુક કામ અમુક સમય દરમિયાન પુરા કરી બહાર રમવા જઇ શકશે તથા આટલા દિવસમાં કે આટલા સમયમાં આટલા કામ કરવાના છે તો કંઈ રીતે કરીશું?એ તેને જ વિચારવા દો. જેમાં બજારમાં જવું, બાળકને બહાર રમવા જવું,ફ્રેન્ડને બોલાવવા,તેમજ ઘરમાં હેલ્પ કરવી વગેરે કામનો સમાવેશ કરી શકાય.અત્યારના સમયમાં આપણે બધા કુદરતથી વિમુખ થઈ ગયા છીએ તો આ મળેલ સમયમાં બાળકની સાથે બાળક બની જઇ આપણે પણ કુદરતના સાનિધ્યમાં જઇ શકીએ.રાત્રે ટેરેસ પર કે પછી ઘરના ગાર્ડનમાં બેસી આકાશ દર્શન કરી શકીએ.તારાઓ વિશે જાણકારી પણ મેળવી શકીએ.બગીચામાં આવી રહેલ મઘમઘતી ખુશ્બુ ક્યા ફૂલોની છે તેની જાણકારી પણ મેળવી શકાય. સવારમાં ઉઠીને સનરાઇઝ કે સાંજે સનસેટનો આનંદ પણ માણી શકાય છે.
ઘણી વાર સમયના અભાવે આપણા ઘરની બારીમાંથી દેખાતો સૂર્યોદય આપણે જોઈ નથી શકતા તો વેકેશન એ આપણ ને આવી નાની નાની આનંદની ક્ષણો આપે છે જો આપણે થોડા જાગૃત રહીએ.
તો...બ...ધાને હેપી હોલિડેઇઝ...... પોતાનામાં રહેલી સ્કિલ વેકેશનના સમય દરમિયાન વિકસાવી શકાય
સારા અક્ષર ન થવા કે સ્પેલિંગ મિસ્ટેક્સ જેવી ખામીઓ પ્રેક્ટિસ દ્વારા વેકેશનમાં દૂર કરી કરી શકાય છે