વેકેશન પ્રવૃત્તિ: બાળકોના જીવનમાં ‘કંઈક ખાસ’ ઉમેરે છે

ચલો કુછ ખાસ કરકે છુટ્ટિયા બીતાતે હૈ ળ વાગ્વી પાઠક પરમાર
વેકેશનમાં બાળકોએ મોજમજા તો કરવાની જ પણ થોડા જ્ઞાન સાથે ગમ્મત પણ કરવાની.
એટલે થોડું જ્ઞાન અને થોડી ગમ્મત જેવા શોખ ને પ્રવૃતિઓ વિકસાવવી જરૂરી છે.
જેનાથી વેકેશનમાં કંટાળો ન આવે અને વેકેશન પણ પ્રવૃતિઓથી ભરપુર ઇન્જોય કરી શકાય. નવો કોઈ શોખ કેળવી શકાય અથવા જુના કોઈ શોખને વિકસાવી શકાય.
શોખ કે કળા વિકસાવવાથી શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસમાં વૃદ્ધિ થાય છે અને બાળકોના વિકાસ માટે જે અત્યંત આવશ્યક છે.
ડ્રોઈંગ-પેઈન્ટીંગ
દરેક બાળકને ડ્રોઈંગ કરવું અને તેમાં કલર કરવા ગમતા જ હોય. ડ્રોઈંગથી બાળકોમાં એકાગ્રતાના ગુણો વિકસે છે. આ સાથે તેમના લખાણમાં પણ સુધારો થઈ શકે છે. ડ્રોઈંગ અને પેઈન્ટીંગના કલરથી બાળકોની કલ્પનાશક્તિનો પણ વિકાસ થાય છે. ખાસ કરીને નાના ભૂલકાઓ માટે આ પ્રવૃત્તિ ખુબ ઉપયોગી છે.
વાંચન-લેખન પ્રવૃત્તિ
બાળકમાં સર્જનાત્મકતાના ગુણો ખીલવવા વાંચન અને લેખન પ્રવૃત્તિ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે. પુસ્તકોના વાંચનથી કલ્પનાશીલતાનો વિકાસ થાય. જયારે લેખનથી તેમની સર્જનાત્મકતા બહાર આવે. વાર્તા, કવિતા, પરિચયના લેખન-વાંચનથી તેમના સામાન્ય જ્ઞાનમાં પણ વધારો થાય, ભાષા જ્ઞાન પણ વધે. લાયબ્રેરીમાં કે ઘેર પુસ્તકો, મેગેઝીનનું વાંચન સારા મિત્રો સમાન બની રહે છે અને વાંચનનું વિશ્લેષણ કરવા લેખનશૈલી પણ વિકસે.
ડાન્સ-મ્યુઝીક-ડ્રામા
આજે દરેક બાળકને ડાન્સ ને મ્યુઝીકનો શોખ હોય છે. બાળપણથી ફીઅર દુર થાય અને આત્મવિશ્ર્વાસ વધે તેવા ગુણો ખીલે. સાથે સાથે ડાન્સ શીખવામાં જળવાતું બેલેન્સ (સંતુલન) બાળકની શારીરિક રચનામાં મદદરૂપ થાય છે. મ્યુઝીક માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. તણાવ, ડર, હોર્મોનલ ફેરફાર, હાઇપર એક્ટીવનેસમાં મદદરૂપ છે. જયારે ડ્રામા શીખવાથી આત્મવિશ્વાસમાં વધારો તો થાય જ છે અને ઈમોશનલ (ભાવોનું) નિર્માણ પણ થાય છે.
મ્યુઝીક ઇન્સ્ટ્રુમેન્ટ
હું માનું છું કે દરેકને એક મ્યુઝીક વાદ્ય તો આવડવું જ જોઈએ. ખાસ કરીને બાળકોમાં એ ગુણ વિકસે તો તેમના તનાવ કે તકલીફમાં ખુબ કામ આવી શકે છે. મ્યુઝીક એક થેરપીનું કામ કરે છે. ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન કોઇપણ એક ઇન્સ્ટ્રુમેન્ટ સાથેની તેમની દોસ્તી અતિ આવશ્યક છે.
યોગા-જીમ્નેસ્ટીક-સ્પોર્ટસ-ગેમ્સ
બાળકોમાં શારીરિક અને માનસિક ગુણોનો વિકાસ થાય. માત્ર શરીરથી જ નહિ દરેકમાં સ્વસ્થ રહે તે માટે મહત્વ આપવું જરૂરી છે. યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનથી શારીરિક સ્વસ્થતા, એકાગ્રતા અને સ્થિરતાના ગુણો ખીલે છે. રમત-ગમતમાં પણ આઉટડોર અને ઇન્ડોર ગેમ્સથી હાર-જીત અને સ્પોર્ટ્સમેનશીપના ભાવો વિકાસ પામે છે.
ફોટોગ્રાફી
આજનો યુગ ગેઝેટ્સ અને ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. બાળકો ગેઝેટ્સ કે ટેકનોલોજીનો સદુપયોગ કરે તે દરેક પેરેન્ટ્સની જવાબદારી છે. બાળકોમાં ફોટોગ્રાફીનો શોખ વિકસાવી, સર્જનાત્મકતા સાથે ટેકનોલોજીનો સુમેળ કરી શકાય. ફોટોગ્રાફીનો શોખ વિકસાવી બાળકોમાં પશુ-પક્ષી, કુદરતી સૌંદર્યથી તેમને વધુ નજીક લઇ જઈ શકાય છે.
કુકિંગ
આજે બાળકોમાં ઇટીંગ હેબીટ્સનો ક્યાંક ક્યાંક અભાવ જોવા મળે છે. બાળકોમાં ખાવાની ને ખોરાકની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. દરેક વસ્તુ ભાવતી નથી પણ જો તેને અલગ રીતે ડેકોરેટ કરી, જાતે તૈયાર કરવાનું શીખવવામાં આવે તો તેમને એન્જોય પણ કરશે અને ખાશે પણ ખરા. બાળકોને સામાન્ય રીતે ફ્રુટ્સ કે વેજીટેબલ્સના ક્રાફ્ટ વર્ક શીખવી ભાવતા કરી શકાય.
ગાર્ડનીંગ
આજે બાળકો માટીથી રમતા ભૂલી ગયા છે. માટીમાં ગમ્મત કરતા જો ગાર્ડનીંગ શીખવવામાં આવે તો ફૂલ, છોડ અને વૃક્ષો સાથે આત્મીયભાવ કેળવી શકે. પર્યાવરણનું જતન બાળકો એટલે કે આવનાર પેઢીએ શીખવું
અત્યંત જરૂરી છે.
ક્રિએટીવ આર્ટસ
વેસ્ટ મટીરીયલમાંથી સુંદર અને કલાત્મક વસ્તુઓ બનાવવી એક કલા છે. આનાથી બાળકો ઘરમાં પડેલી નકામી વસ્તુઓ રિયુઝ કરી શકે છે.
ટ્રેકિંગ
ટ્રેકિંગ એ શારિરીક ફીટનેસ માટે તેમજ કુદરતના સાનિધ્ય માટે ખુબ જ જરૂરી છે તેના કારણે અનેક ગુણો વિકસે છે.
રોબોટીકસ
આજકાલ રોબોટીકસની નવી પ્રવૃતિ શરૂ થઈ છે. વિજ્ઞાનના નિયમો વડે જુદા જુદા મોડેલ બનાવતા શીખવવામાં આવે છે.
આ સિવાય પણ સ્વીમિંગ, સ્કેટિંગ, સુલેખન, સંસ્કૃત શ્ર્લોક કે સ્તુતિ, કરાટે જેવી પ્રવૃતિઓ વેકેશનમાં શીખી શકે છે.
તો બાળકો, વેકેશનમાં હવે કોઈ બહાના ન જોઈએ હા, તમારી ગમતી પ્રવૃત્તિ શોધીને શીખવા લાગી જાવ અને વેકેશનને ફનની જેમ માણવા લાગી જાવ. ઓલ ધ બેસ્ટ. શારિરીક-માનસિક ગુણોના વિકાસ સાથે સ્પોર્ટસમેન સ્પીરીટ પણ વિકસે છે કયારેક આ પ્રવૃત્તિમાંથી બાળકની કેરિયર વિકસી શકે છે કલાની કોઈ પણ પ્રવૃતિ બાળકને મૌલિક
બનાવે છે