વેકેશન: મોજમસ્તીના બદલે મનગમતી પ્રવૃત્તિ

આ બધી પ્રવૃતિઓના કારણે ઘણીવાર છુપાયેલી શક્તિ બહાર આવે છે વેકેશનનું ના સાંભળતા જ મનમાં આનંદમાં આવી જાય છેે. નાના મોટા સહુને રજાની વાત સાંભળી મજા પડી જાય છે. મોટી ઉમરે પણ બાળપણમાં ગાળેલા રજાઓની યાદો તરોતાજા હોય છે. શાળા શરૂ થાય ત્યારથી જ વેકેશનની રાહ જોવાનું શરૂ થઇ જાય છે. બાળકોના વેકેશન સાથે સાથે મમ્મી પપ્પાને પણ વેકેશન મળે છે. મમ્મીને પોતાના પિયર જવાની તક મળે છે. તો પપ્પાને પણ ઓફિસ રૂટિનના ટેન્શનમાંથી છુટકારો મળે છે બાળકોને પણ ભણતરના ભારમાંથી હળવાફૂલ થઇને પોતાની મનગમતી પ્રવૃતિ કરે છે ચાહે તે સવારે મોડા ઉઠવાનું હોય કે પછી દોસ્તો સાથે ધીંગામસ્તી હોય કે પછી મામાના ઘરે પોતાનું ધાર્યુ કરી લાડ કરવાના હોય. એક સમય હતો જ્યારે વેકેશનમાં મામાના ઘરે જવાનુ, મિત્રો સાથે જુદી રમતોની પ્રવૃતિ સિવાય ખાસ કંઇ કરવામાં આવતું નહીં જ્યારે આજે વેકેશનમાં જુદી જુદી પ્રવૃતિઓ માટે પહેલેથી જ પ્લાનિંગ કરવામાં આવે છે. વેકેશન બાળકો માટે રીચાર્જ થવાનો સમય હોય છે. આખુ વર્ષ ભણીને દિમાગને પણ આરામ આપવાનો સમય હોય છે. પરંતુ આજે એજ સમયનો સદઉપયોગ કરીને જુદી જુદી પ્રવૃતિઓ કરવામાં આવે છે
ઘણીવાર બાળકો પોતાની ઇચ્છાથી પ્રવૃતિમાં જોડાય છે જ્યારે ઘણીવાર માતા-પિતાની ઇચ્છાથી પ્રવૃતિમાં જોતરાવુ પડે છે. જે હોય તે પણ વેકેશન આવતા જ જુદી જુદી પ્રવૃતિના કલાસીસ, સમર કેમ્પ, ટ્રેકિંગ વગેરે મોટી સંખ્યામાં શરૂ થઇ જાય છે. ઘણી વખત તેનાથી જ સંચાલકો મોટી આવક ઉભી કરી લે છે બાળકોના કલાસીસની સાથે સાથે મમ્મીઓ માટે પણ જુદી જુદી પ્રવૃતિઓ શરૂ થાય છે જેથી બાળકો અને મમ્મી બન્નેનો સમય સચવાઇ જાય.
રેસકોર્ષ બાલભવનમાં વેકેશન સિવાય પણ જુદી જુદી પ્રવૃતિઓ ચાલતી રહે છે દરવર્ષે અહીં 3500થી 4000 બાળકો મેમ્બરશીપ લે છે રૂા. 360 ભરીને મેમ્બરશીપ લેનાર બાળકને રંગપૂરણી હરીફાઇ, ડ્રોઇગ, ગાયન, હાર્મોનિયમ, લાઇબે્રરી વગેરે અનેક પ્રવૃતિ ફ્રીમાં કરી શકાય છે. બાલભવનના પ્રોજેક્ટ ઇન્ચાર્જ ધર્મેન્દ્રભાઇ પંડ્યાએ જણાવ્યું અહીં માનદ મંત્રી મનસુખભાઇ જોષી અને ઓફિસ સુપ્રીટેન્ડન્ટ કિરીટભાઇ વ્યાસના પ્રયત્નોથી દર વર્ષે નવી નવી પ્રવૃતિઓનું આયોજન થાય છે. જેમાં ઓરેગામી, મધુબની આર્ટ,
વારલી પેઇન્ટીંગ, લાઇવ એન્ડ સ્ક્રેપ ડ્રોઇંગ નાટ્ય તાલીમ કરાટે માર્શલ આર્ટ, ક્રિકેટ, સ્કેટીંગ સહિત 35 થી વધુ વિષયો શીખવવામાં
આવે છે.
આ ઉપરાંત ઘણી શાળાઓમાં પણ વેકેશન દરમિયાન જુદાજુદા કલાસીસ ચલાવવામાં આવે છે. રામકૃષ્ણ આશ્રમમાં પણ નિ:શુલ્ક પ્રવૃતિ ચાલે છે.
સેન્ટમેરીઝ, નિર્મલા સ્કુલ, સવાણી હોલ ઉપરાંત ખાનગી કલાસીસ તેમજ અનેક સંસ્થાઓ દ્વારા બાળકો મોજથી વેકેશન પસાર કરી શકે તે માટે મનગમતી પ્રવૃતિ ચાલે છે. રસ હોય તેવી પ્રવૃતિમાં બાળકોને મુકો
બાળકોને વેકેશન મોજ મજા કરવા માટે હોય છે તેથી ઇતર પ્રવૃતિઓ એટલી બધી ન કરાવો કે બાળક થાકીને લોથપોથ થઇ જાય. ઘણી મમ્મીઓ બીજાનું જોઇને બાળકને પસંદ ન હોય તેવા વિષયોના કલાસીસ કરાવે છે જે બીલકુલ યોગ્ય નથી. બાળકને જેમાં રસ હોય આનંદ આવે તેવી પ્રવૃતિમાં જ જોડો. ઘણી વાર બાળકો કલાસીસમાં જવા નથી માગતા એવા સમયે તેને ઘરે રહીને જ તેની મરજી મુજબ એન્જોય કરવા દો.
ઘરમાં જ પ્લાન્ટેશન કરાવી દરરોજ પાણી પાઇને કાળજી રાખવા દ્વારા પર્યાવરણ સાથે જોડી શકાય છે.
રોજની પ્રવૃત્તિ વિશે ડાયરી લખવાની ટેવ પાડી શકાય.
ઘરમાં સાફસફાઇમાં બાળકને જોડી મદદના ગુણો વિકસાવી શકાય.
બાળકોના રૂમ, કબાટની સાફ-સફાઇ વ્યવસ્થિત ગોઠવણી કરાવીને પોતાનું કામ પોતાની જાતે કરાવી શકાય.
આજુબાજુમાં જરૂરીયાતમંદ લોકો હોય તો તેને મદદ કરવાનું પણ શીખવી શકાય ગેઝેટ્સના ઉપયોગ દ્વારા. ઘરમાં રહીને
પણ અમુક
ગુણો વિકસાવી
શકાય ડ્રોઈંગથી લઈને ડાન્સ અને માર્શલ આર્ટ સુધીની અનેક પ્રવૃત્તિઓ કરવાની તક મળે છે