સ્વસ્થ રહેવાનો સૂરિલો વિકલ્પ: સંગીત ચિકિત્સા

વિશ્ર્વ આરોગ્ય દિવસ: ડો.કમલ પરીખ સૂચવે છે રોગો સંબંધિત રાગો વિવિધ શારીરિક, માનસિક, ભાવનાત્મક બીમારીઓ જુદાજુદા રાગોથી દૂર કરી શકાય છે વાત, પિત્ત, કફના અસંતુલનને સૂર, તાલ અને શબ્દના સંગમથી સંતુલિત કરી શકાય રાજકોટ તા.7
સંગીતનું આપણા જીવનમાં ખાસ મહત્વ હોય છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સાત સુર સા, રે, ગ, મ, પ, ધ, નિ, સા આ સાત સુરની સાધના એક સંગીતજ્ઞ જીવન પર્યન્ત કરતા હોય છે.
સંગીત આનંદ માટે જ જરૂરી છે એવું નથી. સંગીત ચિત્તની શાંતિ માટે પણ એટલું જ જરૂરી છે. ર1મી સદીમાં વૈકલ્પીક ચિકિત્સાના ક્ષેત્રમાં સંગીત દ્વારા ચિકિત્સા આજે વિશ્ર્વભરમાં પ્રચલિત થઇ રહી છે. સંગીત અને સ્વાસ્થ્ય જેવા વિષયો ઉપર અનેક સંશોધનો દ્વારા આ પ્રમાણીત થાય છે કે સંગીત શરીર અને મન બન્ને ઉપર સકારાત્મક અસર કરે છે. વિવિધ શારીરિક, માનસિક ભાવનાત્મક, બીમારીઓને સંગીત દ્વારા નિયંત્રીત કરી શકાય છે. સંગીત આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિભિન્ન રાગ મગજમાં જ્ઞાનતંતુઓને પ્રભાવિત કરે છે અને અનેક રોગોના નિદાન માટે ખુબ જ ઉપયોગી થાય છે.
આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાત, પિત અને કફના અસંતુલનના કારણે શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે. સંગીત અને મંત્ર સાધના દ્વારા વાત, પિત અને કફને સંતુલિત કરી શકાય છે તેમજ શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
ખરેખર સંગીત માનવીને તન અને મનથી સ્વસ્થ, આનંદમય અને પ્રસન્ન રાખી શકે છે. રોજબરોજની ભાગદોડની જીંદગીમાં સંગીત આપના માટે વરદાન સ્વરૂપ છે. દરરોજ નિયમિત મનપસંદ સંગીત સાંભળવું એ ખુબ જ જરૂરી છે. સંગીત શ્રવણર્થી આપને શારીરિક, માનસિક સ્વસ્થતાનો અનુભવ થશે. વિવિધ રોગમાં રાગોની અસર 1. હૃદયરોગ - રાગ દરબારી અને રાગ સારંગ
ર. અનિંદ્રા - રાગ ભૈરવી અને રાગ સોહની
3. એસીડીટી - રાજ ખમાજ
4. શારીરિક દુર્બલતા - રાગ જયજયવંતી
પ. ઓછી યાદશકિત - રાગ શિવરંજની
6. રકતાલ્પતા - રાગ પીલુ
7. મનોરોગ અથવા ડિપ્રેશન - રાગ બિહાગ અને રાગ મધુવંતી
8. લોહીનું ઉંચુ દબાણ - રાગ ભુપાલી
9. અસ્થમા - રાગ માલકૌસ અને રાગ લલિત
10. શીરદર્દ - રાગ ભૈરવ સંગીતના શરીર અને મન ઉપર થતા ફાયદાઓ * તણાવને દુર કરવા માટે સંગીત ખુબ જ ફાયદાકારક છે.
* સંગીત દ્વારા મનની ઉદાસીનતા ઓછી થાય છે.
* દિલના રોગીઓ માટે સંગીત સાંભળવું અસરકારક હોય છે.
* અનિંદ્રાથી બચવા માટે સંગીત સાંભળવું હિતાવહ છે.
* સંગીતથી એકાગ્રતા વધે છે.
* સંગીત માંસપેશીઓને રાહત આપે છે.
* સંગીત દ્વારા વિચારોમાં સકારાત્મકતા વધે છે, નકારાત્મકતા ઘટે છે.
* સંગીત વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરે છે.
* સંગીત દ્વારા કાર્યદક્ષતાને વધારી શકાય છે.
* સંગીત આધ્યાત્મિક વિચારો પેદા કરી શકે છે.