યુનિવર્સિટીના ફેકલ્ટીઓની ચુંટણી 10 થી 16 મે વચ્ચે યોજાશે

કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ બાદ કુલપતિએ 6 ડીન-અઘરધેન ડીનની ચુંટણીની તારીખ જાહેર રાજકોટ તા.7
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 22 મે ના રોજ-અધરધેન ડીનની મુદત પુરી થાય છે. ત્યારે આ ફેકલ્ટીની ચુટણી વકેશન દરમિયાન યોજવા અંગેની દિલચાલના ભારે વિરોધ વંટોળ વચચે કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયા દ્વારા 6 ફેકલ્ટીની ચુટણી 10 થી 16 મેની વચ્ચે યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે છેલ્લા 50 વર્ષના ઈતિહાસમાં ક્યારેય પણ ફેકલ્ટીનો ચુટણી મે માસમાં વકેશનના સમયમાં યોજવામાં નથી આવી માર્ચ કે એપ્રિલમાં ચુટણી યોજાય છે.
કોંગ્રેસી આગેવાનોએ ચુટણી યોગ્ય સમયે યોજવા બુધવારે રજુઆત કરી હતી જેના પગલે ઈન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડિયાએ જણાવ્યું હતું કે 3 ફેકલ્ટીની ચુટણી આગામી 10 મેના રોજ અને 3 ફેકલ્ટીની ચુટણી આગામી 16 મેના યોજાશે. જેમાં 10 મેના ફાર્મસી, બીઝનેસ મેનેજમેન્ટ અને ગ્રામ વિધાની ચુટણી યોજાશે જ્યારે 16મી મેના રોજ શિક્ષણ, કેાર્મસ અને હોમિયોપેથીના ચુટણી યોજાશે. ચુટણીઓ જાહેર થતા ભાજપ-કોંગ્રેસના ચોકઠાઓ ગોઠવવા કવાયત શરૂ કરવામાં આવી છે.