શહેરનું સ્વાસ્થ્ય ‘બગડ્યું’, મહાપાલિકા ‘નિષ્ક્રિય’

આજે વિશ્ર્વ આરોગ્ય દિવસ  શહેરમાં અદ્યતન હોસ્પિટલો છે પરંતુ ગંદકી ઘટતી નથી તેનું શું? રંગીલા શહેર રાજકોટમાં સ્વચ્છતાનો અભાવ, બિમારી નોતરતી ખાદ્ય વસ્તુઓનું ખૂલ્લેઆમ વેચાણ, કડક નિયમો નહીં હોવાથી રામભરોસે ચાલતી કાર્યવાહીઓ રાજકોટ તા.7
આજે 7 એપ્રીલે એટલે વિશ્ર્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજકોટ અને આરોગ્ય દિવસ એવું વિચારીએ તો સ્થાન જણાઈ આવે કે રીતસર બે ભિન્ન સ્થિતિઓ છે.
એક તરફ આ શહેરમાં મલ્ટી સ્પેશ્યાલીટી કોર્પોરેટ હોસ્પિટલો, પ્રાઈવેટ ડોકટર્સ દ્વારા અપાતી સારવાર અને સુવિધા વધી રહ્યા છે તો બીજી બાજુ જેને બેઝિક હાઈજિન એટલે કે ખાવાની બાબતો, સ્વચ્છતા અને સ્વસ્થતા કહીએ તેનું પ્રમાણ ઘણું ઓછું છે. સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં મહાપાલીકા સંચાલીત હોસ્પીટલો છે જયારે રાજકોટના શાસકો આટલા વર્ષો પછી પણ ફકત આરોગ્ય કેન્દ્રો સુધી જ પહોંચી શકયા છે. ખરા અર્થમાં આરોગ્ય દિવસ ઉજવવો હોય તો શહેરને સાફ રાખવું જોઇએ, અખાદ્ય વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ આવવા જોઇએ. શહેરમાં બિન આરોગ્ય પ્રદ વસ્તુઓનું વેચાણ અત્યંત વધ્યું છે તેમ છતાંય ફુડ અને ડ્રગ વિભાગ જોઇએ તેવું સક્રીય નથી, એક બાજુ ફુડ ઈન્સ્પેકટરોનો પુરતો સ્ટાફ નથી. સરબત, ગોલા, કેરી અને શેરડીના રસ જેવી વસ્તુઓનું વેચાણ ઘણું છે પરંતુે ત્યાં આરોગ્યના ધોરણો નથી જણાતા માત્ર કાયદાનો કડક અમલ ચોપડા ઉપર જ કરવામાં આવે છે. આરોગ્ય દિવસની એટલે ઉજવણી કરવામાં આવે છે કે આરોગ્યને લગતી તમામ બાબતોનું સુરક્ષા ચક્ર મળવું જોઇએ વિદેશોમાં લોકો માંદા પડે તો સાજા થાય ત્યાં સુધી તમામ જવાબદારી સરકારની હોય છે. પરંતુ રાજકોટમાં સાવ વિરૂધ્ધ પરિસ્થિતિ છે. લોકોએ આરોગ્યનો ખર્ચે પોતાને જ કરવો પડે છે. જે પ્રમાણે આરોગ્યનું કામ સરકારે કરવું જોઇએ તેવું કામ નો અભાવ હોવાના કારણે લોકોનું આરોગ્ય જોખમાયું છે. હાલતો શહેરનું સ્વાસ્થ્ય ‘બગડયું’ છે તેમાં મહાપાલીકાની થોડી ઘણી નિષ્ક્રિયતા ના કારણે તે ઉપરાંત રંગીલા શહેરમાં સ્વચ્છતાનો અભાવ છે બિમારી નોતરતી ખાદ્ય વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. તે આરોગવાથી લોકોની તબીયત ખરાબ થાય છે અને લાંબાગાળે મોટી બિમારી નોતરી શકે છે. કાયદામાં જોગવાઈ હોવા છતા માત્ર ચેકીંગ કરવામાં આવે છે જો સજા ફટકારવામાં આવે તો આપોઆપ વેપારીઓ ભેળસેળ કરતા અટકી જશે. આ વર્ષની થીમ યુનિવર્સલ
હેલ્થ કવરેજ ફોર ઓલ
દર વર્ષે વિશ્ર્વ આરોગ્ય દિવસે અલગ-અલગ થીમ હોય છે ત્યારે આ વર્ષની થીમ યુનિવર્સલ હેલ્થ કવરેજ ફોર ઓલ રાખવામાં આવી છે જેનો મતલબ આરોગ્યને લગતી તમામ બાબતોનું સુરક્ષા ચક્ર મળવું જોઇએ. મોટાભાગની સોસાયટીઓમાં કચરાના ગંજ
શહેરમાં ગુંદાવાડી, કરણપરા, રૈયા ચોકડી, ગાંધીગ્રામ, જંગલેશ્ર્વર, ગોપાલનગર, નિલકંઠ સોસાયટી, જુનુ જાગનાથ રજપુતપરા જેવા વિસ્તારોમાં જયારે લટાર મારો તો ખબર પડે કે મનપા તંત્રના દાવા કેટલા ખોખલા છે ગંદકી એટલી હદે છે કે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બને.
શું રોગ થઇ શકે છે?: માખી, મચ્છરોનો ઉપદ્રવ વધે છે જેના કારણે કોલેરા, બાળકોને પેટમાં દુ:ખાવાની બીમારી, મેલેરીયા, ટાયફોઈડ, ડેંગ્યું થાય છે. ફુડ ચેકીંગ થાય છે છતાંય કડક પગલા નથી લેવાતા
રાજકોટની પ્રજા સ્વાદપ્રિય જનતા છે એટલે જ કદાચ રેસ્ટોરન્ટ, રેંકડીઓનું કલ્ચર આ શહેરમાં વધારે છે તેમાં ભેળસેળ મોટાપાયે થાય છે તે ઉપરાંત જયાં ખાણી-પીણીની રેંકડીઓ તે ગંદકીની આજુબાજુ ઉભી રહે છે. તે ઉપરાંત રેસ્ટોરન્ટોના રસોડામાં ઉભા રહો તો માથું ફાટી જાય તેવી દુગર્ંધ આવે છે છતાંય આરોગ્ય તંત્ર તાબોટા જ પાડે છે.
શું રોગ થાય?: કમળો, ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, વાઈરલ ઈન્ફેકશન જેવા રોગ થઇ શકે છે.
ઉપાય શું?: શેરડીનો રસ ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ પીવો જોઇએ બરફ ઓછો નાખવો સ્વચ્છતા હોય ત્યાં જ રસ પીવો, ફ્રુટ ડિશ ખાવાથી દુર રહેવું, ફ્રુટને ઘરે લઇ જઇ ધોઇને ખાવા. જુદી-જુદી બિમારીના આઠ દિવસમાં હજારો કેસ
મનપાની આરોગ્ય શાખાની બેદરકારીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે લોકો રોગચાળાની ઝપેટમાં આવી ગયા છે છેલ્લા આઠ દિવસમાં શહેરમાં તાવના, ઉલટીના કેસોમાં વધારો નોંધાયો છે ઉનાળામાં ઠંડા પીણાનો વપરાશ વધી જતા રોગચાળો માથું ઉંચકી રહ્યો હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
શું રોગ થાય છે?: કેમીકલ, આથાવાળુ ખાવાથી એસીડીટી થાય છે. વાસી ખોરાક મિક્સ થાય છે જેનાથી ઝાડા-ઉલટી થાય છે પેટમાં દુ:ખાવાની બિમારી લાગુ પડે છે.
ઉપાય શું?: બહારનું ખાવાનું ટાળો. ગરમ વસ્તુ ખાવાનો આગ્રહ રાખવો સંગ્રહેલી વસ્તુ ના ખાવી.