બી.બી.એ. સેમ-2ના એકાઉન્ટના પેપરમાં 14 માર્કનો અધુરો દાખલો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પ્રશ્રપેપરમાં વધુ એક ધાંધીયા પરીક્ષાતંત્રની ઘોર બેદરકારી, નિયામક જવાબ દેવામાં પણ છટકબારી શોધે છે
રાજકોટ તા.7
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની કામગીરીમાં રોજ એક નવો મુદ્દો બનતો હોય છે. અવારનવાર યુનિ.ના પરીક્ષા નિયામકનો છબરડો સામે આવતો હોય છે. હાલ યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગઇકાલે બીબીએ સેમ-ર ના એકાઉન્ટના પેપરમાં છબરડા સામે આવ્યા હતા. પેપરમાં 14 માર્કના પ્રશ્રમાં ભુલ સામે આવી હતી અને વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા હતા.
અગાઉ હોમિયોપેથીની પરીક્ષામાં પાંચ ગુણનો પ્રશ્ર પુછવાનું પ્રશ્રપેપર દ્વારા ભુલાઇ ગયા બાદ ગઇકાલે બીબીએ સેમ-રમાં એકાઉન્ટનાં પેપરમાં 14 માર્કના દાખલામાં પુરી રકમ દર્શાવવાનું ભુલી જવાતા ફરી ઉહાપોહ મચી ગયો હતો. પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે બીબીએ સેમ-ર ના એકાઉન્ટના પ્રશ્રપેપરમાં ભુલને કારણે 14 માર્કના પ્રશ્રમાં જે રકમ દર્શાવવી જોઇએ તે દર્શાવવામાં આવી હતી નહી જેનાથી પરીક્ષાથીૃઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પરીક્ષા નિયામકને આ બાબતે પુછતા તેઓએ છટકબારી ગોતી જવાબ ટાળ્યા હતા. પ્રશ્રપેપર સેટ કરવા માટે વધારાનો સ્ટાફ રાખવામાં આવે છે પરંતુ પરીક્ષાનું તંત્ર સાવ ખાડે ગયું હોવાથી મોનીટરીંગની કોઇ વ્યવસ્થા નથી. પેપરોમાં નીકળતી ભુલો અંગેની એક કમીટી રચવામાં આવી છે. જે આવી બાબતો અંગે ચર્ચા વિચારણા બાદ નિર્ણયો કરતી હોય છે. એકાઉન્ટના પેપરમાં નીકળેલી ભુલ હવે કમીટી તપાસ દ્વારા નિર્ણય લેવાશે. પરીક્ષા નિયામક કામગીરીમાં છટકબારીના પ્રયાસ
અનેક વખત પરીક્ષાની કામગીરીમાં વિવાદીત પરીક્ષા નિયામક કરી એક મુદ્દામાં જોડાયા છે. આ વખતની પરીક્ષામાં અનેક પેપરોમાં ભુલો નીકળી છે. ગઇકાલે બીબીએ સેમ-ર ના એકાઉન્ટના પેપરમાં 14 માર્કના દાખલામાં નીકળેલી ભુલ અંગે જવાબ આપવામાંથી છટકબારી કરી હતી. વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય બસ તેવા જ જવાબે વળગી રહ્યા હતા. EDIC નિર્ણય કરશે, માર્ક સરભર કરાશે: ડોડીયા એકઝામિનેશન ડિસિપ્લીનરી ઇન્કવાયરી કમીટી દ્વારા પેપરમાં નીકળતી ભુલોનું નિવારણ લેવાતું હોય છે. ગઇકાલના પેપર અંગે કમીટી તપાસ કરશે. વિદ્યાર્થીઓના માર્કે સરભર કરાશે. યુનિવર્સિટીને કેટલુ નુકસાન, વિદ્યાર્થીઓને કેટલું નુકસાન તમામ બાબતો પર ચર્ચા કરી કમીટી યોગ્ય નિર્ણય લેશે.