કેમિસ્ટ્રીમાં 3, બાયોલોજીમાં 2 અને મેથ્સમાં એક માર્કનું ગ્રેસિંગ જાહેર

ધો. 12 સાયન્સમાં બોર્ડ અને પેપરસેટર્સની કેમિસ્ટ્રી: ત્રણ પેપરમાં છબરડા! કેમિસ્ટ્રીમાં ઈંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ગ્રેસિંગના 2 માર્ક
ચાર મુખ્ય વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરતું બોર્ડ
અમદાવાદ,તા.7
ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના એક નહીં, ને ત્રણ-ત્રણ વિષયના પેપરમાં અમુક પ્રશ્ર્નોના વિકલ્પ આપવામાં બોર્ડ તરફથી જ ક્ષતિ રહી ગઇ હોવાનું આવ્યું છે. પ્રોવિઝનલ આન્સર કી મૂકતાંની સાથે જ શિક્ષણ બોર્ડે આથી જાહેર કર્યું છે કે કેમિસ્ટ્રીમાં 3 માર્ક (અંગ્રેજી મીડિયમના એ જ વિષયમાં 2 માર્ક), ગણિત અને જીવવિજ્ઞાનમાં અનુક્રમે 1 અને 2 માર્ક ગ્રેસીંગના અપાશે. આ જાહેરાતથી હજારો વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ છે.
રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 1રની પરીક્ષાઓ માર્ચ મહિનામાં પૂર્ણ થયા બાદ તેનું પરિણામ સમયસર જાહેર થાય તે માટે ઉત્તરવહીનાં મૂલ્યાંકનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રી વિષયની ગુજરાતી માધ્યમની પરીક્ષામાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ક
ગ્રેસિંગનાં માર્ક પરિણામ પૂર્વે જ અપાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને આ જ વિષયમાં પરીક્ષા પૂર્વે બે માર્ક ગ્રેસિંગના મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત એે મુખ્ય ચાર વિષયની પ્રોવિઝનલ આન્સર કી તૈયાર કરીને બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. જેમાં રસાયણ વિજ્ઞાન (કેમેસ્ટ્રી)માં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પરિણામ પહેલાં જ ત્રણ માર્ક આપી દેવામાં આવ્યા છે. ત્રણ પ્રશ્ર્નોમાં તમામ વિદ્યાર્થીઓને એક એક માર્ક આપવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. જો કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રીમાં બે માર્કનું ગ્રેસિંગ મળશે. બોર્ડ દ્વારા ચાર વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. આ આન્સર કી સામે કોઈપણ વિદ્યાર્થીને વાંધો હોય તો પુરાવા સાથે ગુજરાત બોર્ડને 8મી એપ્રિલ સુધી રજુઆત કરવાની રહેશે સાથે દરેક પ્રશ્ર્ન દીઠ રૂ.પ00નું ચલણ પણ જમા કરાવવાનું રહેશે. જો વિદ્યાર્થીનો વાંધો સાચો હશે તો તેને રૂ.પ00ની રકમ પાછી આપી દેવામાં આવશે, તેવું પરીક્ષા સચિવે જણાવ્યું હતું. મેથ્સ બાયોલોજીમાં પણ છબરડા: 1 અને 2 માર્કનું ગે્રસિંગ અપાશે
ગણિતમાં બંને માધ્યમના પેપરમાં એક પ્રશ્ર્નના બે વિકલ્પ અપાયા હતા પરંતુ બોર્ડને પાછળથી જણાયું હતું કે બંને વિકલ્પ લખ્યો હશે તેને સાચો ગણીને એક માર્ક અપાશે જ્યારે જીવ વિજ્ઞાનમાં બે પ્રશ્ર્નોનાં બે વિકલ્પ
ઓપશન સાચા હોઇને તેમાં પણ ગમે તે એક વિકલ્પ લખનારને માર્ક મળશે પેપર સેટરની ભૂલ કે પ્રિન્ટિંગની ભૂલના કારણે કેમેસ્ટ્રી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને ત્રણ માર્ક મળી જશે.