કાલથી જેનીસ પરમારનો કુકિંગ પરમારનો કૂકિંગ વર્કશોપ

‘ગુજરાત મિરર’ સંગાથે કુકિંગ કિડોઝ દ્વારા બે દિવસ દરમિયાન મેક્સિકન ક્યુઝીન અને સીઝલર્સ જેવી ઈન્ટરનેશનલ વાનગી શીખવશે
રાજકોટ તા.4
શહેરની ગૃહિણીઓ રસોઈ વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી અવનવી વાનગીઓ બનાવી પોતાના પરિવાર જનોને આંતરરાષ્ટ્રીય સ્વાદ ચખાડી શકે તે હેતુ સાથે કુકીંગ કીડોઝ દ્વારા આવતીકાલથી બે દિવસીય કુકીંગ વર્કશોપ હેમુ ગઢવી-મીની થિયેટર હોલ-ટાગોર રોડ પર યોજેલો છે. જેમાં કલર્સ ગુજરાતી રસોઈ શોના કુકિંગ એકસપર્ટ જેનીશ પરમાર મેકસીકન કયુઝીન અને સિઝલર્સ બનાવવાની રીત વિશે માર્ગદર્શન પુરૂ પાડનાર છે.
પ્રથમ દિવસે મેકસીકન ક્યુઝીનમાં બેઝીકસથી લઈને રેસ્ટોરન્ટ સ્ટાઈલ હાઈર લેવલ મેકસીકન શીખડાવવામાં આવશે જેનું મેનુ આ મુજબ છે. ટોર્ટીલા મેકીંગ, નાચોઝ એન્ડ ગ્રીન સાલસા, સોર ક્રીમ, ચીપોતલે બાઉલ, ટાકોઝ વીથ ગુઆકામોલી, ચીલી રેલેનોઝ, હોટસોસ, મકસીકન રાઈઝ, ફ્રીકી આઈસ્ક્રીમ બાસ્કેટ વગેરે.
આ ઉપરાંત બીજા દિવસે હિસ્ટ્રી એન્ડ બેઝિકસ ઓફ સિઝલર્સ, ઓરીએન્ટલ સિઝલર્સ, લેબનીઝ, સીઝલર્સ, મુગલાવી સીઝલર્સ શીખવાડશે.કાર્યક્રમને સફળ બનાવવા નિકીતાબેન સચદે, શ્ર્વેતાબેન દક્ષિણી (કોટક), અંકિતા ઠક્કર (જોબનપુત્રા), જાગૃતિબેન દક્ષિણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ દિવસીય રસોઈ શો માં સવારે 10 થી 1 અને બપોરે 3:30 થી 6:30 એમ બે (2) બેચ શો છે. જેમાંથી એક બેચશો ફુલ થઈ ગઈ છે.બીજી બેચ/શો માં મર્યાદીત સીટો બાકી છે. વધુ જાણકારી માટે મો.97149 54332, 63524 58966 અને 83202 12820 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. રજીસ્ટ્રેશન ફી રૂા600 રખાયેલ છે. ભાગ લેનાર તમામ બહેનોને રેસપીની બુક અપાશે. કુકિંગ કીકોજની ટીમે કુકિંગ એકસપર્ટ જેનીસ પરમાર સાથે ‘ગુજરાત મિરર’ ની મુલાકાત લઈ માહિતી આપી હતી. કૂકિંગ કિડોઝની ટીમે કૂકિંગ એક્સપર્ટ જેુનિસ પરમાર સાથે ગુજરાત મિરરની મુલાકાત લઇ માહિતી આપી હતી. (તસ્વીર:પ્રવીણ સેદાણી)