અભિનય મારો શ્ર્વાસ અને પ્રાણ છે: અલ્પના મજમુદાર

તાજેતરમાં રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે યોજાયેલ ‘પપ્પાતો આવાજ હોય’ નાટક પ્રસ્તુતી સમયે જાણીતા નાટ્ય અભિનેત્રી, નિર્માત્રી અને નિર્દેશીકા અલ્પના મજમુદારને મળવાનું થયું. લગભગ ત્રણ દાયકાથી પણ વધારે સમયથી રંગભૂમિ અને અભિનય કલા સાથે સંકળાયેલા અલ્પના મજમુદારે પોતાની કારકીર્દી, અંગત જીવન અને સ્ત્રીઓના પ્રશ્ર્ને ઘણી બધી વાતો કરી.
ઘરમાં કોઇને પણ કલાના આ ક્ષેત્રમાં રસ નહોતો ઉપરાંત પોતે પણ કયાંય તાલીમ લીધા વગર જાત મહેનતથી આ ક્ષેત્રમાં સફળતા મેળવી છે શાળામાં નાનામોટા નાટકો કરતા એક રીલેટીવ સાથે કોમર્શિયલ નાટક માટે વાત થઇ એ નાટક એક ચાન્સ લેવા કર્યા બાદ રંગભૂમિ અને અભિનયનો પ્રવાહ આજ સુધી અટકયો નથી. નાટક, ટીવી, સીરીયલ, ફિલ્મોમાં અભિનય કરીને અનેક એવોર્ડસ મેળવ્યા છે.
હિંદી, મરાઠી, ભોજપુરી અને અંગ્રેજી ભાષા જાણતા અલ્પના મજુમદારે એક હિંદી અને બીજી ભાષાની ફિલ્મો પણ કરી છે દસ વર્ષથી અર્પણ સંસ્થા સાથે સંકળાયેલા છે તેમજ કિષ્ના કોમ્યુનીકેશન પોતાની સંસ્થા પણ ચલાવે છે.
અભિનય ક્ષેત્રે આ સફળતા બદલ તેઓ પોતાની દીકરીને પ્રેરક બળ ગણે છે. દરેકને સફળતા માટે માતા -પિતાનો સાથ હોય છે. જ્યારે અહિં તેમની પુત્રી કિષ્ના તેમની પ્રેરણા તેમની હિંમત અને બળ છે. પોતાની બહેનો, પરીવાર જનો અને સૌથી મહત્વની બાબત છે પ્રેક્ષકોનો પે્રેમ જે બધા દ્વારા પાતાની કારકીર્દીની ગાડીએ સફળતાની મંજિલ મેળવી છે.
આજે 1984થી અત્યાર સુધીની પોતાની કારકીર્દીથી સંતોષ વ્યકત કરતા તેઓ જણાવે છે બધીજ ઇચ્છા ભગવાનની કૃપાથી પૂરી થઇ છે. પોતાને દીકરી છે અને હવે પછીના જેટલા જન્મ મળે તે દીકરી તરીકે જ લેવા માંગે છે.
એકટીંગ પ્રોડ્કશન, ડાયરેકશન બધુ જ કરી લીધા પછી હવે કોઇજ ઇચ્છા બાકી ન રહેતા છેલ્લા શ્ર્વાસ સુધી અભિનય કરતા રહેવાની ઇચ્છા ધરાવે છે ગુજરાતી તખ્તોમાં એક મહત્વનું સ્થાન ધરાવતા આ અભિનેત્રીને ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છા. મોટાભાગે પારિવારિક અને સંદેશાત્મક નાટકો કર્યા છે જેના દ્વારા એક આત્મસંતોષ મળે છે પોતાની પુત્રી અને પરિવારજનોના સાથના કારણે અભિનય ક્ષેત્રે લાંબી સફર શક્ય બની છે સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં પણ અનેક શો કરી પ્રેક્ષકોના દિલમાં આગવુ સ્થાન મેળવ્યું છે સ્ત્રીમાં ભગવાને અખૂટ શક્તિનો ભંડાર
મુક્યો છે તે જે ધારે તે કરી શકે છે સ્ત્રી પુરૂષથી ઘણી આગળ છે
સ્ત્રી પુરૂષથી સમોવડી નહીં પરંતુ સ્ત્રી પુરૂષથી ઘણી આગળ છે. તમે જે ધારો છો એ કરીને બતાવો મોટા ભાગની સ્ત્રીઓને ઘણુ કરવુ હોય છે પરતું લોકો શુઁ કહેશે તેમ વિચારીને પોતાના વિચારો વ્યકત કરતા નથી પરંતુ કાંઇ નહી કરો તો પણ લોકો વાત કરવાના જ છે તેથી આગળ આવીને તમારામાં જે ટેલેન્ટ હોય તે કરીને બતાવો સ્ત્રીએ પોતાની જાતને ક્યારેય ઓછી આંકવાની જરૂરી નથી જ્યારે કોઇ તમારી વાત કરે ત્યારે સમજો તમારી પ્રગતી થઇ રહી છે પોતાની અંદર રહેલ ટેલેન્ટ ઓળખો અને એમાં આગળ વધો. ઉગતા કલાકારોએ થિયેટર કરવુ જરૂરી
નવા કલાકારો જે અભિનયક્ષેત્રમાં પોતાની કારકીર્દી બનાવવા માંગે છે તેમને શીખ આપતા અલ્પના મજુમદારે જણાવ્યું કે નવા કલાકારોએ થિયેટર કરવુ જ જોઇએ. પરેશ રાવલ, અમિતાભ બચ્ચન, ગિરીશ કર્નાર, ઓમપુરી, અમરીશ પુરી, શબાના આઝમી, સ્મિતા પાટીલ વગેરે દરેક મહાન કલાકારોએ થીયેટરથી જ શરૂઆત કરી છે. કોઇપણ ભોગે સ્ક્રીન પર આવવું જ એવી જીદ કરવા કરતા એક વાર થિયેટર કરશો તો તમને ઘણું બધુ શીખવા મળશે. થિયેટરમાં તમને રીટેકનો સમય નથી એટલે તે માટે તમારુ એટેન્શન તેમાં આપવું પડશે અને થિયેટર દ્વારા નવી ઓળખ તથા નવા કામ
પણ મળશે. ત્રણ દાયકાની અભિનય યાત્રા
1984થી લઇ ને આજ સુધી તેમણે વિવિધ માધ્યમોમાં અભિનય ક્ષેત્રે પોતાનું પ્રદાન કર્યું છે ફુલલેન્થ 32 નાટકોમાં કામ કર્યું છે, આર્ટિસ્ટ હોવા ઉપરાંત તેમણે દૂરદર્શનના કાર્યક્રમો અને ગુજરાતી ફિલ્મો જેવીકે દેરાણી-જેઠાણી વિશ્ર્વાસઘાત,તું પાછો આવીશ તો ખરો ને.. જેવી અનેક ફિલ્મો ઉપરાંત એક ડાળના પંખી, છૂટાછેડા, એક ફૂલ ખીલે છે આગમાં જેવી અનેક સિરિયલો કરી છે. આ ઉપરાંત હિન્દી ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે ફક્ત અભિનય જ નહીં પરંતુ તેમણે લેખન કલામાં પણ હાથ અજમાવી અનેક નાટકો પણ લખ્યા છે તેમજ નાટકો ડિરેક્ટ પણ કર્યા છે.
તેમની અભિનયયાત્રાને વધુને વધુ સફળતાના પડાવ પ્રાપ્ત થાય માન-સન્માન અને સફળતાના પર્યાયરૂપ પુરસ્કાર
સ્મિતા પાટિલને જે પોતાના પ્રિય અભિનેત્રી ગણાવે છે તે અલ્પના મજમુદારને અનેક
માન-સન્માન અને સફળતાનો પર્યાય રુપ એવોર્ડ્સ મળેલા છે.અખ્તર સૈયડના નાટક પગલા ઘોડામાં બેસ્ટ ફિમેલ આર્ટિસ્ટ તથા િિંફક્ષતળયમશફ બજ્ઞળબફુ દ્વારા 2006 તથા 2007માં બેસ્ટ ફીમેલ આર્ટિસ્ટના એવોર્ડ મળેલા છે આ
ઉપરાંત દુરદર્શનમાં પણ તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. સૌથી મોટો એવોર્ડ છે દર્શકોનો પ્રેમ,જેના કારણે સતત સારું કામ કરવાની પ્રેરણા મળે છે.